શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉજ્જૈન સિંહસ્થ 2016
Written By
Last Updated : મંગળવાર, 1 માર્ચ 2016 (16:46 IST)

કુંભમેળામાં નહી જઈ શકો તો આ ઉપાય કરવાથી પણ પુણ્ય મળે છે..

સિંહસ્થ  આવી રહ્યા   છે. જેના મન ધર્મમાં લાગે છે એ બધા જવા ઈચ્છે છે. પણ કોઈ કારણ કુંભમાં બધા લોકો નહી જઈ શકતા , પણ જવાનું વિચારે છે. આ સમય દાન, જપ,  ધ્યાન અને સંયમના સમય રહે છે.આ કારણે પ્રશ્ન આ આવે છે કે કુંભમાં જયાં  વગર કેવી રીતે પુણ્ય મેળવી શકાય છે ? 
કુંભમાં કલ્પવાસ ચાલે છે . કુંભમાં જ્યાં સ્નાન કરવાના મહ્તવ છે ત્યાં જ કલ્પવાસમાં નિયમ-ધર્મના પાલન કરવાનું મહ્ત્વ છે. બીજી તરફ કુંભમાં પ્રવચન સાંભળી , દાન કરીને અને પિતરોને તર્પણ કરીને પણ લોકો પુણ્ય કમાવે છે. તમે આ ઉપાય કરીને પણ પુણ્ય કમાવી શકો છો. 
 

1. દરરોજ હળદર મિક્સ ચણાના લોટથી સ્નાન કર્યા પછી સવારે સાંજે સંધ્યાવંદન કરતા સમયે ભગવાન વિષ્ણુના ધ્યાન કરો અને નિમ્ન મંત્ર ક્રિયાથી પોતાને પવિત્ર કરો. 
 
સંધ્યાવંદનના મંત્ર 
ૐ અપવિત્ર: પવિત્રો વા સર્વાવસ્થાંગતિપિ વા 
ય : સ્મરેત પુંડ્રીકાંક્ષ સે બાહ્યાંભ્યંત્ર શુચિ
આ મંત્રના જપ કરો. 
ૐ કેશવાય નમ: ૐ  માધવાય નમ: ૐ નારાયણય  નમ: ના જાપ કરો. 
 
2. તમે કોઈ યોગ્ય માણસને દાન આપી શકો છો. દાનમાં અન્ન્દાન , વસ્ત્રદાન, તુલાદાન, ફળદાન ,તલ કે તેલદાન કરી શકો છો. 
 

3. ગાય , કૂતરા,પંખી , કાગડા કીડી અને માછલીને ભોજન ખવડાવો. 

*ગાયને ખવડાથી પીડા દૂર થાય છે . 
*કૂતરાને ખવડાવાથી દુશ્મન દૂર રહે છે. 
*કાગડને ખવડાવાથી તમારા પિતૃ પ્રસન્ન રહેશે. 
*પંખીને ખવડાવાથી વ્યાપાર-નોકરીમાં લાભ થશે. 
*કીડીને ખવડાવાથી કર્જ સમાપ્ત થશે. 
* માછલીને ખવડાવાથી સમૃદ્ધિ વધશે. 

4. તમે સંકલ્પ કરો કે કોઈ પણ રીતના નશા ન કરશું , ક્રોધ અને દ્વેષ વશ કોઈ કાર્ય નહી કરશું. ખરાબ સંગત અને કુવચનોને ત્યાગ કરશું અને હમેશા માતા-પિતા અને ગુરૂની સેવા કરશું.