14 નહી 15 તારીખે છે મકર સંક્રાંતિ. 83 વર્ષ પછી સમસપ્તક યોગ

Last Modified શુક્રવાર, 9 જાન્યુઆરી 2015 (17:45 IST)

અનેક શુભ સંયોગો સાથે ત્રણ વર્ષ પછી મકર સંક્રાંતિ આ વખતે 15 જાન્યુઆરીના રોજ આવી રહી છે. તેના પૂર્વ 2012માં પણ મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીએ હતી. જ્યોતિષિયો મુજબ 14 જાન્યુઆરીની સાંજ 7.27 વાગ્યાથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. પણ સાંજે 5.58 વાગ્યે જ સૂર્ય અસ્ત થઈ જશે.
સંક્રાંતિ(ઉત્તરાયણ) સૂર્યનો તહેવાર છે. તેથી સૂર્યના સાક્ષી ન હોવાથી આ 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે. સ્નાન. દાન-પુણ્ય માટે પણ 15 જાન્યુઆરીના ઉદય કાળમાં જ સંક્રાંતિ સર્વશ્રેષ્ઠ રહેશે.

જ્યોતિષાચાર્ય પં. શ્યામનારાયણ વ્યાસ મુજબ 15 જાન્યુઆરીના રોજ સંક્રાંતિની સાથે ઉચ્ચના ગુરૂ સાથે સૂર્ય સહિત ત્રણ મુખ્ય ગ્રહોનો સમસપ્તક યોગ બની રહ્યો છે.
આ શુભ સંયોગ 83 વર્ષ પછી આવ્યો છે. આગળ આ 35 વર્ષ પછી આવશે.

શાસ્ત્રોમાં ઉત્તરાયણ લાગવાના 16 કલાક પહેલા પુણ્યકાળ માનવામાં આવે છે. જે 14 જાન્યુઆરીની બપોરે 12.34 વાગ્યાથી શરૂ થાશે. પંચાગકર્તા અને જ્યોતિષિ મુજબ 15 જાન્યુઆરીના રોજ ઉદયકાળમાં સંક્રાંતિનુ સ્નાન. દાન-પુણ્ય સર્વશ્રેષ્ઠ રહેશે.

જાણો શુ છે સમસપ્તક યોગ

જ્યોતિષી મુજબ ગ્રહોના એક-બીજા સાથે સાતમી રાશિમાં હોવુ સમસપ્તક યોગ કહેવાય છે. મકર સંક્રાતિ પર મકર રાશિમાં સૂર્યની સથે બુધ અને શુક્ર છે. આ ત્રણેય ગ્રહો સાથે સાતમી રાશિમાં ગુરૂ ચ હે. આ રીતે સમસપ્તક યોગ બની રહ્યો છે. મકર રાશિમાં સૂર્ય.શુક્ર અને બુધના સંયોગ દેશ-દુનિયા માટે લાભકારી રહેશે. આ યોગમાં બજારમાંથી ખરીદી કરવી શુભ છે. આ યોગના પ્રભાવથી તલ અને અનાજના ભાવમાં વધારો શક્ય છે.

તેથી મકરસંક્રાંતિ ક્યારેક 14 તો ક્યારેક 15 જાન્યુઆરીએ

પૃથ્વીની ગતિ પ્રતિવર્ષ પાછળ અને સૂર્યનુ સંક્રમણ આગળ વધે છે.
જેને કારણે સંક્રાંતિ ક્યારેક એક દિવસ આગળ તો ક્યારેક પાછળ આવે છે. જો કે લીપ ઈયરમાં પૃથ્વી અને સૂર્ય બંને પરસ્પર એ જ સ્થિતિમાં જાય છે. જ્યોતિષ મુજબ વર્ષ 2055 પછી 2016. 2019. 2020 માં પણ સંક્રાંત 15 જાન્યુઆરીના રોજ છે. જ્યારે કે વચ્ચે 2017. 2018. 2021માં મકરસંક્રાંતિ 14 તારીખે આવશે.


આ પણ વાંચો :