શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. ઉત્તરાયણ
Written By વેબ દુનિયા|

આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2012 - 10 થી 14 જાન્યુ. સુધી

P.R

વિશ્વના પતંગ રસિયાઓમાં લોકપ્રિય એવો ગુજરાતનો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ર૦૧ર આગામી ૧૦ થી ૧૪ જાન્યુઆરીના દિવસો દરમિયાન વિશાળ ફલક ઉપર યોજાનાર છે. જેમાં વિશ્વના ર૩ દેશો અને ભારતના આઠ રાજ્યોના પતંગવીરો ભાગ લેશે. આ ઉત્સવ આવતીકાલે મંગળવારે ખુલ્લો મુકાનાર છે ત્યારે તેને લગતી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

P.R

રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા, પતંગની આ કલાને જીવંત રાખવા અને વિશ્વના ખૂણેખૂણે ધબકતી કરવા તેમજ ગરીબોને રોજગારીની તકો પૂરી પાડવાના આશયથી આયોજીત કરાતા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરાય છે. જે અંતર્ગત ચાલુ વર્ષના આંતરરાષ્ટ્રીરય પતંગોત્સવનું ઉદઘાટન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મંગળવારે સવારે આઠ કલાકે કરાનાર છે.

P.R

આ પતંગ મહોત્સવમાં વિશ્વના કુલ ર૩ દેશોના પતંગવીરો ઉપરાંત દેશના અલગ-અલગ આઠ રાજ્યોના પતંગશોખીનો ભાગ લેનાર છે. જેથી તેને લગતી તમામ તૈયારીઓ તંત્ર દ્વારા જોશભેર શરૂ કરી દેવામાં આવી હતી. જે તૈયારીઓને સોમવારે કારીગરો દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો હતો.