શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. ઉત્તરાયણ
Written By વેબ દુનિયા|

ઘઉં-ગોળની ઘુંઘરી

P.R
સામગ્રી - કોઈપણ સારી ક્વોલિટીના ઘઉં 1 કિલો, ગોળ 500 ગ્રામ, 5 ગ્રામ ઈલાયચીનો ભૂકો, એક વાડકી છીણેલું નારિયળ, ઘઉંનો સેકેલો લોટ 250 ગ્રામ, એક ટેબલ સ્પૂન શુદ્ધ ઘી.

બનાવવાની રીત - ઘઉને 2 કલાક પલાડી રાખો. ત્યારબાદ ઘઉંને ધોઈને તેના છાલટા કાઢી લો. કૂકરમાં ઘઉં અને એક ચપટી ખાવાનો સોડા પાણીમાં નાખી ઘઉંને બાફી લો. 4-5 સીટી જરૂર વગાડવી. ત્યારબાદ ગોળની બે તારની ચાસણી બનાવી લો. ત્યારબાદ બફાઈને ઠંડા થયેલા ઘઉંને આ ચાસણીમાં નાખો ઉપરથી ઈલાયચીનો પાવડર, સેકેલો લોટ, છીણેલું નારિયળ નાખીને સારી રીતે મિક્સ કરો. ઘુંઘરી તૈયાર છે.