બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. વસંત પંચમી
Written By

વિદ્યા, લક્ષ્મીનો અનોખો વસંતોત્સવ...

મહા મહિનાની સુદ પાંચમના દિવસે આવનારી તિથિ એક વૈદિક પર્વ છે. આ તિથિનું પ્રાચીન નામ શ્રીપંચમી છે. આ લક્ષ્મીની આરાધનાનો દિવસ પણ છે. કેમકે પુરાણોને અનુસાર આ દિવસે સિંધુસુતા રમાએ વિષ્ણુના ગળામાં જયમાળા નાંખીને તેમનું વરણ કર્યું હતું. આ રીતે આ સૃષ્ટિના પાલક અને વૈભવની શક્તિના વિવાહ તેમજ મિલનનો ઉત્સવ પણ છે. આ સિવાય પણ અદભુત સંયોગ બને છે. વાગ્દેવી સરસ્વતીની જ્યંતિ પણ આ જ તિથિએ છે કે જ્યારે સૃષ્ટિ પર કળા અને ઉજ્જવળ કિરણોએ નવોન્મેષ પ્રાપ્ત કર્યો હતો. રમા અને વિષ્ણુના વિવાહ, સૌંદર્ય, સંપત્તિ તેમજ સુષ્માએ પાલક તત્વનો પુરૂષનું વરણ કરી લીધું હતું ત્યારે અંતરનો ઉલ્લાસ ઉચ્છલિત થઈ ગયો હતો. કુસુમધંવા દેવતાની આ જ તો પૂજા છે. 

સંસ્કૃતના મહાકાવ્યો અને નાટકોમાં પણ મદનોત્સવન ઉજવવાના ખુબ જ સુંદર વર્ણન છે. રાજપ્રસાદના ઉદ્યાનોમાં નરેશગણ આ દિવસોમાં રાગરંગ ઉજવતાં હતાં અને મીનકેતુ દેવતાની પૂજા કરતાં હતાં.

  W.D
ભગવાન વિષ્ણુનો પુત્ર છે કામ. આ ત્રિભુવનજયી સુકુમાર દેવતા નીલના ઈંદિવર સમાન શ્યામવર્ણવાળો છે. પુષ્પોના આભુષણો છે અને તેના પુષ્પો વડે જ તેના ધનુષ્યનું નિર્માણ થયું છે. જેમની ધ્વજા પર મત્સ્ય અંકિત છે. મૃગો દ્વારા ખેંચવામાં આવતાં તે રથ પર બેસીને જ્યારે તેઓ ધનુષ્ય પર સુમનસર ચઢાવે છે ત્યારે આખી સૃષ્ટિ પરમાનંદનો અનુભવ કરે છે. આમ્ર મંજરી, મલ્લિકા, પદ્મ, શિરીષ અને મૌલિશ્રી પુષ્પો જ તેના બાણ છે.

વૈદિક પરંપરાને અનુસાર અધ્યયનશીલ વર્ગ આ દિવસોમાં પોતાના ગ્રંથો અને લેખોની પૂજા કરે છે. કલાકાર ભગવતી ભારતીના સમ્માનમાં પોતાના ઉપકરણોની અર્ચના કરે છે. આ અર્ચના ઉપકરણોને સંભાળવાની અને તેનું ધ્યાન રાખવાની છે. તેમના ઉપયોગનો સમય આવી પહોચ્યો છે. પ્રકૃતિ દેવીનો શ્રૃંગાર કરવા માટે આવી રહ્યાં છે ઋતુરાજ. તો પોતાના સાધનો સંભાળો અને જે વરદાન માંગવું હોય તે માંગી લો.

બીજી બાજુ મદનોત્સવમાં પણ કલાની જ આરાધના છે. ઋષિ અને વિપ્ર વર્ગ એક પ્રકારે વાગ્દેવીની અર્ચના કરે છે તો સુકુમાર કલાજીવી બીજી બાજુથી તેમના ચરણોમાં અર્ધ્ય સમર્પિત કરે છે. નૃત્ય, સંગીત, અભિનય આ સુકુમાર કલાઓની અધિષ્ઠાત્રી દેવી પણ તે જ છે.