ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુશાસ્ત્ર મુજબ બ્રહ્મ સ્થાન

W.D
તમે ઘણા લોકોના મુખે ક્યારેક બ્રહ્મ સ્થાન વિશે સાંભળ્યુ જ હશે. કોઈ પણ મકાન કે જમીનની વચ્ચે આવેલ 1/3 ભાગને બ્રહ્મસ્થાન કહેવાય છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ સ્થાન એકદમ પવિત્ર હોય છે. આ સ્થાન પરિવારના સભ્યોના આધ્યાત્મિક અને બૌધ્ધિક વિકાસમાં સહાયક હોય છે. તેથી જ્યારે પણ મકાન ખરીદો કે પ્લોટ, શક્ય હોય ત્યાં સુધી આ સ્થાનને ખાલી અને ખુલ્લો છોડો.

જૂના જમાનામાં ઘરના મધ્યભાગમાં ખુલ્લુ આંગણુ વાસ્તવમાં બ્રહ્મસ્થાન જ રહેતુ હતુ. પરંતુ આજકાલ શહેરોમાં જગ્યાની કમીને કારણે આ સ્થાનને સંપૂર્ણ રીતે ખાલી છોડવુ શક્ય નથી બની શકતુ. છતાં એટલુ તો ધ્યાન રાખવુ જ જોઈએ કે આ સ્થાન પર કોઈ દિવાલ કે બાથરૂમ કે કિચન, કે કોલમ ન હોય . સાથે સાથે આ જગ્યાએ કોઈ વધુ વજનવાળો સામાન પણ ન રાખવો જોઈએ. બ્રહ્મસ્થાનનો ઉપયોગ પરિવારના સભ્યો માટે બેસીને વાતચીત કરવા માટે કે કોઈ ધાર્મિક અનુષ્ઠાન જેવા કે યજ્ઞ, હવન વગેરેના માટે કરવો જોઈએ.