બુધવાર, 17 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુ પ્રમાણે ફેક્ટરી ક્યાં લગાવશો- 3

- ફેક્ટરીની વચ્ચે કોઈ પણ પ્રકારનો ખાડો ન હોવો જોઈએ.

- જો ફેક્ટરીમાં જમીનમાં પાણીની ટાંકી કે બોરિંગ કે કુવો વગેરે જો પુર્વ, ઈશાન કે ઉત્તર દિશામાં હોય તો ફેક્ટરીના માલિકને ઝડપથી માલામાલ બનાવી દે છે.

- વાસ્તુને અનુસાર ફેક્ટરીમાં માલનું ઉત્પાદન ક્લોક વાઈઝ થવું જોઈએ. એટલે કે, પુર્વથી શરૂ કરીને દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમમાં તૈયાર તહીને વાયવ્યમાં તૈયાર થયેલા માલને મુકવો જોઈએ.

- ફેક્ટરીમાં ગોડાઉન હંમેશા હંમેશા નૈઋત્ય ખુણામાં રાખવું જોઈએ. ભંગાર, કચરો કે કોઈ પણ બિનજરૂરી સામાન હંમેશા નૈઋત્ય ખુણાવાળા રૂમમાં રાખવો જોઈએ. જો તમારી ફેક્ટરીમાં યોગ્ય નૈઋત્ય ખુણો ન હોય તો પશ્ચિમ તેમજ દક્ષિણ દિશાવાળા રૂમનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા ગોડાઉન બનાવવાથી તમારો માલ ઝડપથી વેચાઈ જશે. ઉદ્યોગની ચીમની ઈશાન ખુણામાં ન હોવી જોઈએ.

- ફેક્ટરીમાં લેબર ક્વાર્ટર હંમેશા વાયવ્ય અને અગ્નિ ખુણામાં હોવું જોઈએ.