શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શનિવાર, 23 જાન્યુઆરી 2016 (16:33 IST)

વાસ્તુ મુજબ લગાવો નવા વર્ષનું કેલેંડર, અનેક ફાયદા થશે

વાસ્તુમાં જૂના કેલેંડર લગાવી રાખવા સારા માનવામાં આવે છે. આ પ્રગતિની તકોને ઘટાડે છે. તેથી જૂના કેલેંડરને હટાવી દેવા જોઈએ. અને નવા વર્ષના નવા કેલેંડરને લગાવવુ જોઈએ. જેનાથી નવા વર્ષમાં જૂના વર્ષ કરતા પણ વધુ શુભ તકોની પ્રાપ્તિ થતી રહે. 
 
જો વર્ષભરમા સારા યોગ્ય  અને ફાયદા ઈચ્છો છો તો ઘરમાં કેલેંડરને વાસ્તુ મુજબ જ લગાવો. 
 
વાસ્તુ મુજબ ક્યા લગાવશો કેલેંડર 

કેલેંડર ઉત્તર પશ્ચિમ કે પૂર્વી દિવાલ પર લગાવવુ જોઈએ. હિંસક જાનવરો, દુ:ખી ચેહરાની તસ્વીરવાળા ન હોવા જોઈએ. આ પ્રકારની તસ્વીરો ઘરમાં નેગેટિવ એનર્જીનો સંચાર કરે છે. 
 
પૂર્વમાં કેલેંડર લગાવવાથી પ્રગતિની તકો વધે છે 
 
પૂર્વ દિશાના સ્વામી સૂર્ય છે.. જે લીડરશિપના દેવતા છે. આ દિશામાં કેલેંડર રાખવુ જીવનમાં પ્રગતિ લાવે છે. લાલ કે ગુલાબી રંગના કાગળ પર ઉગતો સૂરજ, ભગવાન વગેરેની તસ્વીરોવાળુ કેલેંડર હોય. 
 
ઉત્તર દિશામાં કેલેંડર વધારે છે સુખ-સમૃદ્ધિ 
 
ઉત્તર દિશા કુબેરની દિશા છે. આ  દિશામાં હરિયાળી ફુવારો, નદી-સમુદ્ર ઝરણા વિવાહ વગેરેના ફોટાવાળુ કેલેંડર આ દિશામાં લગાવવુ જોઈએ. કેલેંડર પર ગ્રીન કે સફેદ રંગનો ઉપયોગ વધુ કર્યો હોય. 

પશ્ચિમ દિશામાં કેલેંડર લગાવવાથી રોકાયેલા અનેક કામ બની શકે છે 
 
પશ્ચિમ દિશા વહેણની દિશા છે. આ દિશામાં કેલેંડર લગાવવાથી કાર્યો ઝડપથી થાય છે. કાર્યક્ષમતા પણ વધે છે. પશ્ચિમ દિશાનો જે ખૂણો ઉત્તર તરફ હોય. આ ખૂણાની તરફ કેલેંડર લગાવવુ જોઈએ. 
 
કેલેંડર ન લગાવવુ જોઈ ઘરની દક્ષિણ દિશામાં 
 
 
ઘડીયાળ અને કેલેંડર બંને સમયના સૂચક છે. દક્ષિણ રોકાણની દિશા છે. અહી સમય સૂચક વસ્તુઓને ન મુકશો. આ ઘરના સભ્યોની તકોના અવસરને રોકે છે. ઘરના મુખ્ય સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. 
 
મુખ્ય દ્વારથી દેખાય તેવુ કેલેંડર પણ ન લગાવો 
 
મુખ્ય દરવાજા સામે કેલેંડર ન લગાવવુ જોઈએ. દરવાજામાંથી પસાર થનારી ઉર્જા પ્રભાવિત થાય છે. સાથે જ ઝડપી હવા ચાલવાથી કેલેંડર હલવાથી પાના પલટાઈ શકે છે જે સારુ નથી માનવામાં આવતુ.