મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : સોમવાર, 2 મે 2016 (15:19 IST)

vastu tips- જો આ રીતે લગાડશો મની પ્લાંટ તો તરત જ થશે ધન લાભ

*મની પ્લાંટ શુક્ર ગ્રહના કારક  છે. 
 
*ઘરમાં લગાડવાથી પતિ-પત્નીના સંબંધ મધુર બને છે. 
 
* ઘરમાં ધન આગમન અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે.

 
*મની પ્લાંટને ઘરના બગીચા અને માત્ર પાણીમાં પણ લગાવી શકાય છે, પણ ઘણી વાર મની પ્લાંટને લગાડ્યા પછી પણ જો ધનાગમનમાં કોઈ વધારો ન થાય તો તે માટે ઘણા કારણ છે. 
 
*મની પ્લાંટની સૂકી પાંદળીઓને તરત જ જુદી કરી નાખવી જોઈએ. 
 
*આનાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે અને માનસિક  પરેશાની આવે છે. 

 
*મની પ્લાંટના છોડ લગાડવા માટે અગ્નિ  દિશા એટલે કે દક્ષિણ પૂર્વને ઉત્તમ ગણાય છે. 
 
*અગ્નિ  દિશાના દેવતા ગણેશજી છે અને પ્રતિનિધિ ગ્રહ શુક્ર છે. 
*ગણેશજી અમંગલનો  નાશ કરે છે અને શુક્ર સમૃદ્ધિના કારક હોય છે. 
 
*વેલ અને લતાના કારક શુક્ર હોય છે આથી અગ્નિ  દિશામાં મની પ્લાંટ લગાડવાથી આ દિશામાં  સકારાત્મક  પ્રભાવ જોવા મળે છે. 
 
*મની પ્લાંટ માટે સૌથી નકારાત્મક દિશા ઈશાન એટલે કે ઉત્તર પૂર્વને ગણાય છે. 

 
*આ દિશામાં મની પ્લાંટ લગાડતા  ધન વૃદ્ધિને બદલે  આર્થિક  નુકશાન થઈ શકે છે. 
 
*ઈશાનનો પ્રતિનિધિ ગ્રહ બૃહસ્પતિ છે. 
*શુક્ર અને બૃહસ્પતિ વચ્ચે  શત્રુવત સંબંધ હોય છે કારણકે એક રાક્ષસના ગુરૂ છે તો બીજા દેવતાઓના ગુરૂ . 
 
*શુક્ર સાથે  સંબંધિત વસ્તુ આ દિશામાં હોવાથી હાનિ થાય છે. 
બીજી  દિશાઓમાં મની પ્લાંટનો  છોડ લગાડતા એમનો પ્રભાવ ઓછો  થઈ જાય છે. 
 
મની પ્લાંટનો  છોડ ઉપરની તરફ ચઢવો  જોઈએ. 
 
જમીન પર ફેલાતી વેલ નકારાત્મ્ક ઉર્જા ફેલાવે  છે અને ઘરમાં ક્લેશ કરાવે છે.