શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

આટલી વાસ્તુ ટિપ્સ અપનાવો અને જીવનમાં સુખ શાંતિ લાવો

P.R
કેટલીક વાસ્તુ ટિપ્સ અપનાવીને ઘરમાં સુખ, શાંતિ તથા આર્થિક સંપન્નતાને કાયમ બરકરાર રાખી શકાય છે.

- રાત્રે રસોડામાં જૂઠાં વાસણો ન પડી રહેવા દો, તેને સાફ કરીને મુકો.

- સાંજના સમયે કે દિવાબત્તીના સમયે જમવા કે સ્નાન કરવા ન બેસો.

- સાંજે ઘરમાં સુંગધિત અને પવિત્ર ધુમાડો કરો.

- દિવસમાં એકવાર ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી ગુસ્સા પર કાબૂ આવે છે.

- બેડરૂમમાં મદિરાપાન ન કરો. નહી તો બીમાર પડશો નહી તો બિહામણાં સપના આવશે.

- કાંટાળા ઝાડ ઘરમાં ન લગાવો

- કિચનમાં આગ અને પાણી સાથે ન મુકશો

- તમારા ઘરમાં ચમકીલા પેઈંટ ન કરાવો

- ઘરમાં તુલસીનો છોડ અવશ્ય ઉગાડવો, જેનાથી પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે. નિયમિત તુલસીનાં પાન ખાવાથી તંદુરસ્ત પણ રહેવાય છે.

- ઘરના ઇશાન ખૂણામાં(ઉત્તર-પૂર્વ)ને હંમેશાં સ્વચ્છ અને ખુલ્લો રાખવો જોઈએ. જેથી સૂર્યનાં કિરણો સરળતાથી ઘરમાં આવી શકે.

-રસોઈ બનાવતી વખતે ગૃહિણીનું મુખ હંમેશાં પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ. તેના કારણે ભોજન હંમેશાં સુપાચ્ય અને સ્વાદિષ્ટ બને છે. પૂર્વ દિશા તરફ મોં રાખીને જમવાથી વ્યક્તિની પાચનશક્તિમાં વધારો થાય છે.


P.R
- જે બાળકો ભણવામાં નબળાં હોય તેમને પૂર્વ દિશાનું મોં રાખીને અભ્યાસ કરવા માટે બેસાડવા જોઈએ.

- જે યુવતીઓનાં લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તેમણે વાયવ્ય ખૂણો( ઉત્તર- પશ્ચિમ)ના રૂમમાં રહેવું જોઈએ, જેથી તેનાં લગ્ન સારા અને સમૃદ્ધ પરિવારમાં થશે.

- રાત્રે સૂતી વખતે માથું હંમેશાં દક્ષિણ દિશામાં રાખવું જોઈએ. ઉત્તર દિશામાં માથું રાખવાથી અનિદ્રાનો રોગ થવાની શક્યતા રહે છે. એ ઉપરાંત વ્યક્તિની પાચનશક્તિ પર પણ ખરાબ અસર પડે છે.

- ઘરમાં ક્યારેક ક્યારેક મીઠાનાં પાણીથી પોતાં કરવાં જોઈએ.આમ કરવાથી નકારાત્મક ઊર્જાનો નાશ પામે છે.

- ઘરમાંથી નીકળતી વખતે માતા- પિતાને પગે લાગીને જ નીકળવું જોઈએ. તેનાથી ગુરુ તથા બુધ ગ્રહ યોગ્ય રહે છે. વ્યક્તિના મુશ્કેલમાં મુશ્કેલ કામ સરળ બની જાય છે.

- ઘરનું પ્રવેશદ્વાર એકદમ ચોખ્ખું હોવું જોઈએ. ઘરનું પ્રવેશદ્વાર જેટલું ચોખ્ખું હશે તેટલી જ લક્ષ્મી વધારે આવશે.

- ઘરનાં પ્રવેશદ્વારની આગળ સ્વસ્તિક, ઓમ, શુભ-લાભ જેવાં માંગલિક ચિહનો રાખવાં જ જોઈએ

- ઘરનાં પ્રવેશદ્વાર પર ક્યારેય સમજ્યા વિચાર્યા વિના ગણપતિ ન લગાવવા જોઈએ. જો દરવાજો દક્ષિણમુખી કે ઉત્તરમુખી હોય તો જ પ્રવેશદ્વાર પર ગણપતિ લગાવવા.

- ઘરમાં દેવી- દેવતાઓના વધારે ફોટા ન રાખવા જોઈએ. ભગવાનના ફોટા બેડરૂમમાં તો રાખવા જોઈએ જ નહીં.

- બેડરૂમમાં ટીવી ન રાખવું. તેનાથી વ્યક્તિની શારીરિકક્ષમતાઓ પર નકારાત્મક અસર પડે છે.

-ઓફિસમાં ઉત્તર -પૂર્વ બાજું મોં કરીન બેસવાથી ફાયદો થાય છે. જો બોસની કેબિન નૈર્ઋત્ય કોણમાં હોય તો એ સારું છે.