ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

વાસ્તુશાસ્ત્ર - ઘરમાં આનંદદાયી વાતાવરણ માટે ધ્યાનમાં રાખવાની વાતો

મોટાભાગે દરેક ઘરમાં પૂજાસ્થાન હોય છે અને આ અનિવાર્ય છે. પૂજાનું સ્થાન ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. ડ્રોઈન્ગ રૂમમાં ઈશાન ખૂણામાં ફિશ એક્વેરિયમ પણ મૂકી શકાય. 

-ઘરના રસોડાને દક્ષિણ પૂર્વ ભાગ અગ્નિ ખૂણામાં બનાવવુ શુભ માનવામાં આવે છે. જો એક કે બે જ રૂમ હોય તો રસોડું આ જ દિશામાં બનાવવું સલાહભર્યું છે. અગ્નિ કે ઉત્તર-પશ્વિમ ખૂણે લાઈટના સ્વીચબોર્ડ, ટીવી વગેરે મૂકાય તેને શ્રેષ્ઠ મનાય છે.

-ઘરની બારેઓ અને બાલકની ઉત્તર પશ્ચિમ ખૂણામાં હોય તો તેને શુભ મનાય છે. આ ખૂણામાં ઈલેક્ટ્રીક ઉપકરણો જેવા કે પંખા, કૂલર મૂકવા જોઈએ.

-ઘરની ભારે અને વજનવાળી વસ્તુઓ નેઋત્ય ખૂણામાં મુકવી શુભ માનવામાં આવે છે.

- ઘરનું મુખ્ય કેન્દ્ર બ્રહ્મસ્થાન તરીકે ઓળખાય છે તેથી તે હંમેશા ખાલી રહેવુ જોઈએ. આ સ્થાન સ્વચ્છ અને હલકુ હોવુ જોઈએ.

-બાળકોના અભ્યાસ માટે ઈશાન દિશા શુભ હોય છે તેથી તેમનો રૂમ આ ખૂણામા બનાવવો જોઈએ.

-પતિ-પત્નીના બેડરૂમમાં જોડા વાળા પક્ષીઓનુ ચિત્ર મુકવુ શુભ માનવામાં આવે છે. ચિત્ર સકારાત્મક હોવુ જોઈએ અને તે સૂતેલાને દેખાય તેવુ હોવુ જોઈએ. આવા ચિત્રો પતિ-પત્ની વચ્ચે પ્રેમ જાળવી રાખે છે.

- ઘરના મુખ્ય દરવાજા પાસે શુભ ચિહ્નો મુકવા જોઈએ, જો તમને પ્લાંટથી ઘર સજાવવાનો શોખ હોય તો કાંટાવાળા છોડ ઘરની અંદર ક્યારેય ન લગાવશો. ગૃહ સજાવટમાં શસ્ત્રોનો પ્રયોગ પણ ન કરવો જોઈએ. ગૃહ સજાવટમાં રમકડાંનો ઉપયોગ કરવાથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહે છે.

-ઘરમાં ધૂળ, કચરો, કરોડિયાનાં જાળા નકારાત્મક ઉર્જા વધારે છે, તેથી ઘરના ઈન્ટીરીયર બાબતે સ્વચ્છતાનું પૂરેપૂરૂ ધ્યાન રાખવું જોઈએ અને ઘરનાં ખૂણાઓને વ્યવસ્થિત રીતે સ્વચ્છ રાખવા જોઈએ.

- ઘરને હંમેશા સાફ સુથરું અને સ્વચ્છ રાખવુ જોઈએ. ઘરમાં સ્વચ્છતા રહેવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે. ઘરમાં સવાર સાંજ દીવો કરવાથી ઘરમાં ટેંશન કે ચિંતા રહેતા નથી.