લધુ કથા - ગર્વ

નઇ દુનિયા|

N.D
સતીશજી મારા શહેરમાં મારા જ વિભાગના એક કર્મચારી હતા. પરંતુ થોડાક દિવસો પહેલા તેઓ પોતાની ટ્રાંસફર કરાવીને પોતાના શહેર ચાલ્યા ગયા. તેઓ ભલા માણસ હતા અને મારા ખાસ પણ. પરંતુ જ્યારથી તો અહીંથી ગયા મુલાકાત જ નહી થઈ શકી. તેથી આજે અચાનક જ્યારે તેમની મુલાકાત મારા શહેરમાં થઈ તો મેં ખુશ થઈને તેમને ભેટી પડ્યો, અને પૂછ્યુ - અરે, સતીશજી કેમ છો ? ખૂબ કમજોર લાગી રહ્યા છો, બધુ ઠીક તો છે ને ? અને નોકરી કેવી ચાલી રહી છે ?

'ઠીક છુ' સતીષજીના મોઢામાંથી નીકળ્યુ અને પછી તેમણે જણાવ્યુ - મને હાર્ટની સમસ્યા થઈ ગઈ હતી, બે એટેક પણ આવી ચૂક્યા છે, તેથી ચિકિત્સીય આધાર પર મેં રિટાયરમેંટ લઈ લીધુ.

'અરે... મારા મોઢામાંથી નીકળી ગયુ, - 'તો પછી તમારી જગ્યા પર સર્વિસ પર કોણે લગાવ્યો ?

તેઓ બોલ્યા - કોઈને નહી.
હું ચોકીને બોલ્યો - પણ કેમ ? તમારા સ્થાન પર એક પુત્રને તો નોકરી મળી શકતી હતી. હવે નથી તો શુ થયુ પણ ત્યારે તો આ નિયમ લાગૂ હતો.

તેઓ ફીકુ હસ્યા અને બોલ્યા 'એક હોત તો લગાવી દેત, હવે ચાર પુત્રોમાંથી કોણે નોકરી પર મુકતો. ચારેય પરસ્પર ઝગડતા, અને મારુ જીવન જીવવુ મુશ્કેલ કરી દેતા. પહેલા જ રૂપિયા અને જમીન માટે પરસ્પર ઝગડા ઓછા થાય છે તો એક વધુ મુસીબત મારા માથે લઈ લેતો. મેં તો ભાઈ ચારેયની આગળ હાથ જોડી લીધા કે ભાઈ મોટી ભૂલ થઈ ગઈ, કે મે ચાર પુત્રોને જન્મ આપ્યો, સારુ થાત જો મને એક પુત્રી હોત. તો હુ તેને જ નોકરી પર લગાવી દેતો. ઓછામાં ઓછુ તે અમારુ ધ્યાન તો રાખતી.
કહેતા કહેતા તેમની આંખો ભીની થઈ ગઈ અને મને પણ એ દિવસ યાદ આવી ગયા, જ્યારે તો એવુ કહેવામાં અનુભવતા હતા કે તેઓ ચાર પુત્રના પિતા છે.


આ પણ વાંચો :