શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. યોગ વિશે લેખ
Written By
Last Updated :બેંગલોર. , ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2016 (13:01 IST)

મેલબર્ન ક્રિકેટના મેદાનમાં આર્ટ ઓફ લિવિંગ વિશ્વ સંસ્કૃતિ મહોત્સવ 2018નુ આયોજન થશે

ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રીમિયર એડવર્ડ નોર્મન બૈલિયુને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરને 2018માં મેલબર્નના શાનદાર ક્રિકેટ મેદાન પર આગામી  વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવની મેજબાની માટે આમંત્રણ આપ્યુ છે. બૈલિયુને ગુરૂદેવને ઓસ્ટ્રેલિયાના સંસદને સંબોધન કરવા માટે પણ આમંત્રણ આપ્યુ. 
 
બૈલિયુ દિલ્હીમાં થયેલ વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવમાં હાજર અનેક ગણમાન્ય અતિથિઓમાંથી એક હતા. વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવના મોટા પાયા પર અને સકારાત્મક પ્રભાવ અને વૈશ્વિક શાંતિને પ્રોત્સાહિત કરવામાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા કરવામાં આવેલ યોગદાનથી પ્રભાવિત થઈને અનેક વિશિષ્ટ અતિથિઓને પણ પોતાના રાજ્યમાં ગુરૂદેવને રાજકીય યાત્રા પર પોત પોતાના દેશોનો પ્રવાસ કરવા અને રાષ્ટ્રીય સંસદને સંબોધિત કરવા માટે આમંત્રિત કર્યા. બ્રિટન, કોલંબિયા, ઓસ્ટ્રેલિયા, જર્મની, અમેરિકા, મધ્ય પૂર્વ રાજ્ય અને અનેક દેશોના રાજનીતિક નેતાઓએ ગુરૂદેવનો અભિનંદન કર્યો અને તેમના દ્વારા શિક્ષા, ગ્રામીણ વિકાસ, તનાવ ઉન્મૂલન અને સંઘર્ષ સમાધાનના ક્ષેત્રોમાં દુનિયાભરમાં કરવામાં  આવેલ વિવિધ સેવા પરિયોજનાઓની પહેલની પ્રશંસા કરી. 
 

વિશ્વ સંસ્કૃતિ મહોત્સવ 2016માં 150 થી વધુ દેશોના 37.5 લાખથી વધુ લોકોએ ભાગ લીધો અને સાંસ્કૃતિક તેમજ સાંપ્રદાયિક વિવિધતાઓની તરફ એક વિશ્વ પરિવારની ભાવનાનો ઉત્સવ મનાવ્યો.  100 દેશોના 37000 થી વધુ કલાકારોએ એક વૈશ્વિક સાંસ્કૃતિક મંચ પર પોતાની પરંપરાઓ, નૃત્ય અને સંગીત રજુ કર્યુ. વિશ્વ સંસ્કૃતિ મહોત્સવને વિશ્વ સ્તર પર 188 દેશોમાં અને  767,436 થી વધુ સ્થળોમાં લાઈવ પણ બતાવ્યુ આવ્યો હતો. 
આર્ટ ઓફ લિવિગે અનેકવાર પહેલા પણ દુનિયાની વિવિધ પરંપરાઓ અને સંસ્કૃતિઓને એવો મંચ આપ્યો જ્યા બધા પરસ્પર મતભેદ મટાવીને દિલ પિઘળી ગયા અને સદ્દગુણ અને માનવતાની એકતા અને તેની સમૃદ્ધ સામૂહિક સાંસ્કૃતિ પર વિશ્વાસ મુકનારા લોકો એકત્ર થઈ શકે. વર્ષ 2011માં આર્ટ ઓફ લિવિંગના 30મા વર્ષગાંઠના ઉપલક્ષ્ય પર એક મોટા પાયામાં 150 દેશોમાંથી 70000 થી વધુ લોકોએ બર્લિનના ઐતિહાસિક ઓલમ્પિયડ સ્ટેડિયમ પર એકત્ર થઈને વિશ્વ શાંતિ માટે ધ્યાન કર્યુ અને દુનિયાના વિવિધ ખૂણાના લોકનૃત્ય અને સંગીતનુ ભવ્ય પ્રદર્શન કર્યુ.