વૃષભ - સ્વભાવની ખામી
વૃષભ રાશીને ધાક ધમકી આપવી મતલબ સંકટને આમંત્રણ આપવા બરોબર છે. ક્રોધમાં આ લોકો ગમેતે હદ પાર કરી નાખે છે. પોતે ઝગડા નથી કરતા પરંતુ કોઇ ઝગડો કરે તો તેને સજા આપ્યા વગર છોડતા નથી. આ રાશી વાળા સ્વભાવથી આળસુ અને જીદ્દી હોય છે. તેઓ અન્ય કરતા વધારે રૂઢીવાદી હોય છે. જમવામાં તેઓ કંટ્રોલ નથી રાખતા. તેઓ પોતાને મહાન સમજે છે. બીજાની સફળતાને જોઇએ તેમની જગ્યાએ જવાની તેઓ કલ્પના કરે છે. તેઓ ઇર્ષા કરતા નથી પરંતુ પોતે પણ તેવી સફળતા મેળવવા લલચાય છે. તેઓ એક બાજુ સહનશીલ તથા સહાનુભુતિ વાળા હોય છે પરંતુ પોતાની ભાવનાને અસર થતા તેનો સ્વભાવ બદલી જાય છે. ઉપાય- વૃષભ રાશીની વ્યક્તિને દુખ થતા સંકટ ચોથ, પ્રદોષ, રામાયણના પાઠ, ગાયત્રીના જાપ, અથવા મંગળવારે ઉપવાસ કરવા જોઇએ. શુક્રવારનું વ્રત અને શંકરની ઉપાસના પણ શુભ ફળ આપે છે. સફેદ વસ્તુઓ ચોખા, દૂધ, સફેદ વસ્ત્રનું દાન કરવાથી સારૂ રહે છે. ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ શુક્રાય નમઃ - મંત્રના ૧૬૦૦૦ જાપ કરવાથી મનની ઇચ્છા પૂરી થઇ શકે છે.