શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (12:45 IST)

એક મહિનાનું કરિયાણું અને દવાઓનો સંગ્રહ રાખવા, સુરતમાં પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડ્યું,

સુરત પોલીસ કમિશનરશ્રી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શહેરની સુરક્ષામાં વધારો થાય અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બને તે માટે શહેરીજનો માટે પોલીસ કમિશનરનું સૂચન કરવામાં આવ્યું છે. ઓછામાં ઓછા એક મહિના માટે ઘરનાં જરૂરિયાત પ્રમાણેનાં અનાજ –કરીયાણાનો સ્ટોક સંગ્રહ કરી રાખવા પણ સૂચન આપવામાં આવ્યાં છે. તમારી આસપાસ કોઇપણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુઓ દેખાય તો તરત જ પોલીસને 100 નંબર પર કે 9081991100 ઉપર જાણ કરવી. હોટલ, ધર્મશાળા, ગેસ્ટહાઉસનાં માલિકોએ સંપૂર્ણ ચોક્કસાઇ તેમજ આઇડી પ્રુફ અને ચોક્કસ પુરાવા લઇને જ કોઇપણ વ્યક્તિને રૂમ આપવી.કોઈ પણ બિનવારસી વાહનો પડેલ જણાય તો પોલીસને જાણ કરવા માટે શહેરીજનો ને અપીલ કરવામાં આવી છે કે કોઇને થોડા સમય માટે મકાન ભાડે આપવા માટે તેનું આઇડી પ્રુફ અને મહત્વનાં પુરાવા પણ માંગવાનાં રહેશે.ઉપરાંત સુરતમાં કોઈ અનિછીય ઘટના ન બને તેને લઈ પણ નોટિફિકેશન દ્વારા સૂચન કરવામાં આવ્યુ.કોઈ પણ શંકાસ્પદ વસ્તુ અથવા શંકાશીલ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. આ સિવાય નાના બાળકોની જરૂરિયાત ખોરાક તેમજ દવાની સગવડો પણ કરી રાખવા આહવાન કરાયો છે.ઘરોમાં તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય તેવી આવશ્યક દવાઓનો સંગ્રહ રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.ભારતનાં હવાઇ હુમલા બાદ પાકિસ્તાને લીઘેલા વળતા પગલાને લીધે હાલ ભારત અને પાકિસ્તાનમાં તંગદિલી વધી રહી છે. આ સ્થિતિમાં સુરત પોલીસે નાગરિકોને અપીલ કરી કેટલીક બાબતે સતર્ક રહેવા તાકીદ કરીને સલામતીનાં પગલા લેવાનું પણ કહ્યું છે.