શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 5 નવેમ્બર 2022 (16:55 IST)

આમ આદમી પાર્ટીએ 10મી યાદીમાં વધુ 21 ઉમેદવારો જાહેર કર્યાં, કુલ 139 ઉમેદવારોની જાહેરાત

GOPAL ITALIYA
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીએ જાહેરાત પહેલા જ 118 ઉમેદવાર જાહેર કરી ચુકી છે ત્યારે આજે વધુ 21 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહત્વની બેઠકો એવી વિરમગામમાં કુંવરજી ઠાકોર, સુરત પશ્ચિમથી મોક્ષેશ સંઘવી, ઠક્કરબાપાનગરમાં સંજય મોરી, બાપુનગરથી સંજય દીક્ષિતને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આમ, અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી 139 જેટલા ઉમેદવારો જાહેર કરી ચુકી છે. આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવારો નક્કી કરી અને જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં બે દિવસ પહેલા 10 ઉમેદવારોના નામ સાથેની યાદી જાહેર કર્યા બાદ આજે વધુ 21 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકોનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની પણ ત્રણ બેઠક પરથી પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. 
 
આમ આદમી પાર્ટીના 21 ઉમેદવારોનું લિસ્ટ
 
વાવ - ડો. ભીમ પટેલ
ઠક્કરબાપાનગર - સંજય મોરી
બાપુનગર - રાજેશભાઈ દીક્ષિત
દસક્રોઈ - કિરણ પટેલ
ધોળકા - જટુભા ગોળ
ધાંગધ્રા - વાગજીભાઈ પટેલ
વિરમગામ - કુંવરજી ઠાકોર
માણાવદર - કરશન બાપુ ભદ્રકા
ધારી - કાંતિભાઈ સતાસિયા
સાવરકુંડલા - ભરત નાકરાણી
મહુવા અમરેલી - અશોક જોલિયા
તળાજા - લાલુ બેન નરશીભાઈ ચૌહાણ
ગઢડા - રમેશ પરમાર
ખંભાત - ભરતસિંહ ચાવડા
સોજીત્રા - મનુભાઈ ઠાકોર
લીમખેડા - નરેશ પુનાભાઈ બારીયા
પાદરા - જયદીપસિંહ ચૌહાણ
વાગરા - જયરાજ સિંઘ
અંકલેશ્વર - અકુંર પટેલ
માંગરોળ બારડોલી - સ્નેહલ વસાવા
સુરત પશ્ચિમ - મોક્ષેશ સંઘવી