શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 માર્ચ 2022 (11:35 IST)

આપના જેવા અનુભવી નેતૃત્વની જરૂર છે હું આપને રાજકારણમાં આવવા અપીલ કરી રહ્યો છુ: હાર્દિક પટેલનો નરેશ પટેલને પત્ર

પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા માટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે નવી રણનીતિને લઈ હોટલમાં પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. એમાં તેમણે કહ્યું હતું કે જો 23 માર્ચ પહેલાં પાટીદારો સામેના કેસો પાછા નહીં ખેંચવામાં આવે તો ફરી પાટીદાર આંદોલન થશે. હવે હાર્દિક પટેલે પાટીદાર સમાજના આગેવાન અને ખોડલધામના નરેશ પટેલને ખુલ્લો પત્ર લખ્યો છે.



આ પત્રમાં હાર્દિક પટેલે નરેશ પટેલને જણાવ્યું છે કે, પાટીદાર સમાજના હજારો યુવાનો સરકારની તાનાશાહીનો ભોગ બન્યાં છે. હું આપને રાજકીય જીવનમાં જોડાવા માટે કોંગ્રેસના કાર્યકર તરીકે પત્ર લખીને અપીલ કરી રહ્યો છું. હાર્દિક પેટલના આ પત્રને લઈને નરેશ પટેલે કહ્યું હતું કે, પત્રની જાણ મને હજુ હમણા જ થઈ છે. હાર્દિકભાઈ સાથે વાત કરવાની બાકી છે. પત્રનું માધ્યમ મને ખબર નથી. વાત થાય પછી જ હું પત્ર અંગે કહી શકું. 
 
જ્યારે કોઈ રાજકીય પક્ષમાં જોડવાવાની વાત છે ત્યારે ખોડલધામ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહિ બને. 
રાજકારણમાં જોડાવું તે મારો અંગત નિર્ણય હશે. ચૂંટણી નજીક હોય અને ત્યારે રાજકારણમાં જોડવાનો યોગ્ય સમય બાબતે કોઈ સ્પષ્ટતા નહિ સમય આવે યોગ્ય નિણર્ય કરશે.  નરેશ પટેલે કોંગ્રેસની મુખ્યમંત્રી તરીકેની વાતને લઈને  કહ્યું કે લોકોએ જે બોલવું હોય તે બોલી શકે અને મારા પાસે આવી કોઈ વાત આવી નથી
 
. બીજી બાજુ ભાજપ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે, હાર્દિક પટેલને કોંગ્રેસમાં યોગ્ય સ્થાન નહીં મળતું હોવાના કારણે તેઓ નરેશ પટેલનો સહારો માંગી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસના સુત્રો એવું કહી રહ્યાં છે કે નરેશ પટેલ જે પાર્ટીમાં જાય તે પાર્ટીને ફાયદો થઈ શકે એમ છે. પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા માટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે નવી રણનીતિને લઈ હોટલમાં પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. એમાં તેમણે કહ્યું હતું કે જો 23 માર્ચ પહેલાં પાટીદારો સામેના કેસો પાછા નહીં ખેંચવામાં આવે તો ફરી પાટીદાર આંદોલન થશે.લાંબા સમય બાદ સરકાર સમક્ષ વાત પહોંચાડવા માગું છું. સરકારને વિનંતી છે કે ચેતવણી જે સમજવું હોય એ સમજે. નેતા કે પક્ષના આગેવાન તરીકે નહીં, પણ સમાજના આંદોલનકારી તરીકે હું આ કહેવા માગું છું.

આંદોલન માત્ર પાટીદાર સમાજનું નહોતું, તમામ સમાજના લોકોને આંદોલનના લાભ મળ્યા છે. માર્ચ-2017 બાદ આનંદીબેન પટેલે કેસ પરત ખેંચવા કહ્યું હતું, કેસ પરત ખેંચવા સમાજના અગ્રણીઓ સાથે વાત કરી હતી. આનંદીબહેને 140 કેસ પરત ખેંચ્યા હતા.હાર્દિકે વધુમાં ઉમેર્યું કે અનેક સમાજના લોકોને લાભ મળ્યો છે, જેમાં OBC, SC, ST સમાજના યુવાનોને લાભ મળ્યો છે. અમારી લડાઈ સત્યના માર્ગે હતી. સી.આર પાટીલ પ્રો પાટીદાર પોલિટિક્સ કરવા માગે છે. જેના પર કેસ થયા તેઓ વિદેશ નથી જઈ શકતા, સરકારી નોકરી નથી મળતી, મારી પરના નહીં ખેંચો તો હું ઇલેક્શન નહીં લડી શકું. ચૂંટણી આવે એટલે ચર્ચા નથી કરી. 23 માર્ચ સુધીમાં સરકાર નિર્ણય કરે, નહીં તો સરકાર આંદોલન માટે તૈયાર રહે. સરકારે ડરાવવા અને ધમકાવવા માટે કેસ કર્યા છે. પોલીસ સારી હોય તો રાજકોટના કેસ તપાસો. રાજ્યમાં પાટીદાર સમાજને જાતિ અને ધર્મના વહેંચી ગુમરાહ કરવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે રાજીનામું આપીને આંદોલન કરી શકું છું, સરકારથી ડરતો નથી.