શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated :વલસાડ , ગુરુવાર, 25 એપ્રિલ 2024 (15:02 IST)

મતદારોને રીઝવવા ઉમેદવારોએ પ્રચાર પદ્ધતિ બદલી, ભાજપના ધવલ પટેલની 'મારિયો' ગેમ વાઇરલ

Candidates change campaign to woo voters, BJP's Dhaval Patel's 'Mario' game goes viral
Candidates change campaign to woo voters, BJP's Dhaval Patel's 'Mario' game goes viral


ગુજરાતમાં ભાજપ કોઈપણ હિસાબે આ વખતે 26 બેઠકો પર હેટ્રિક કરવા માંગે છે. ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે મતદારોને મનાવવા અને પોતાની તરફ આકર્ષવા માટે ઉમેદવારો અવનવી તરકીબો અપનાવા માંડ્યાં છે.  વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સુપર મારીયો ગેમમાં ધવલ પટેલના મોર્ફ કરેલ ફોટો સાથે વીડિયો બનાવવામાં આવ્યો છે.

વિવિધ મુદ્દાઓ પર જીત મેળવી આગળ વધવાની વાત કહેતો વીડિયો વાયરલ થયો છે.વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઉમેદવાર ધવલ પટેલ પ્રચાર માટે સુપર મારીયો ગેમની તર્જ પર વીડિયો બનાવીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે.



સુપર મારીયો ગેમમાં ધવલ પટેલના મોર્ફ કરેલ ફોટો સાથે વીડિયો બનાવવામાં આવ્યો છે. જેમાં બેરોજગારી, નિરક્ષરતા, તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચાર જેવા ઘણા મુદ્દાઓ જીત મેળવી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. આ વીડિયોમાં તેમણે વલસાડના વિકાસની અને નિરક્ષરતાને દૂર કરવાની વાત પણ કરી છે, સાથે જ આદિવાસી સમાજને હક-અધિકારની ગેરેંટી પણ આપી રહ્યા છે. આ વીડિયો દ્વારા પ્રચાર કરીને ધવલ પટેલ વિવિધ મુદ્દાઓ પર જીત મેળવીને યુવા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આદિવાસીઓના હક્ક અને અધિકારના મુદ્દાને પણ આવરી લેવામાં આવ્યા છે. વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભારતી વખતે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ વલસાડની બેઠક પર પાંચ લાખ કરતાં વધુ વોટની લીડથી વિજેતા બનશે.