ગુણ મેળાપ પધ્ધિમાં 36 ગુણ માનવામાં આવ્યા છે તેમાથી 18 ગુણ અથવા તેનાથી વધુ મળે તો જોડીને ઠીક માનવામાં આવે છે. પત્રિકા મિલાનના સમયે બે પ્રકારના દોષોનુ મુખ્ય રુપથી વિચાર કરવાંમાં આવે છે.તે છે માંગલિક દોષ અને નાડી દોષ . અહીં આ દોષોના વિશે જાનકારી અને તેમના પરિહાર અપ્ર્ભાવી હોવાના વિશે બતાવવામાં આવ્યુ
માંગલિક દોષ-માંગલિક દોષ પહેલા સમજી લેવું જરુરી છે. આને મંગળ દોષ કે મંગળી દોષ પણ કહે છે. જન્મ પત્રિકામાં 12 ખાના હોય છે. દરેક ખાનાને એક વિશેષ મહત્વ પ્રાપ્ત છે.તથા એમાંથી જો 5 ભાવમાથી કોઈ એક ભાવમા જો મંગળ રહેલો હોય તો વ્યક્તિ મંગળી કહેવાય છે અને શેષ 7 ભાવોમાં મંગળ હોય તો વ્યક્તિ મંગળી નથી મનાતો.
મંગળ દોષ વાળા ભાવ-
મંગલ દોષ સિવાયના ભાવ-
મંગલદોષવાળી વ્યક્તિઓના માટે જુના ગ્રંથોમાં લખેલુ છે કે જો વ્યક્તિ મંગળ દોષથી પીડિત હોય તો, તેનામાં નીચે જણાવેલી વિકૃતિઓની શક્યતાઓ રહે છે. મંગળી વ્યક્તિ અત્યંત ક્રોધી, કામી, વિક્ષિપ્ત(ખેંચના રોગથી પીડિત), અવિકસિત માનસિકતા, દંભી કે અતિ કામી હોઈ શકે છે. તથા ઉપર જણાવેલ આવેગોને નિયંત્રિત કરવાની ક્ષમતા તેનામાં નથી હોતી, એવુ કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્રના મુજબ મંગળી દોષ 25 વર્ષની ઉંમર પછી અપ્રભાવી થઈ જાય છે.
પરિહાર-
નાડી દોષ - જ્યોતિષ શાસ્ત્રમાં નાડીને આદ્ય, મધ્ય અને અંત્ય એમ ત્રણ ભાગોમાં વહેંચવામાં આવી છે. જેમાં અશ્વિની, આર્દ્રા, શતભિષા, જ્ય્ષ્ઠા,હસ્ત, પુનર્વસુ, પૂર્વાભાદ્રપદ, મૂલ, ઉત્તરાફાલ્ગુની, આ નવ નક્ષત્રો આદ્ય નાડીના છે. પૂર્વાફાલ્ગુની, ચિત્રા, ધનિષ્ઠા, ભરણી, માર્ગશીર્ષ, પૂર્વાષાઢા, અનુરાધા, ઉત્તરાભાદ્રપદ, અને પુષ્યમા નવ નક્ષત્ર મધ્ય નાડીના છે. કૃતિકા, રોહિણી, સ્વાતિ, મદ્યા, આશ્લેષા, રેવતી, શ્રવણ, ઉત્તરાષાઢા અને વિશાખા આ નવ નક્ષત્ર અંત્ય નાડીના છે.
પત્રિકા મેળાવતી સમયે જ્યારે વર-વધૂની નાડી એક થાય છે ત્યારે નાડી દોષ લાગે છે જો નાડી વર-વધૂ બંનેની આદ્ય નાડી હોય તો પતિનો નાશ થાય છે. અને જો બંનેની મધ્ય નાડી હોય તો બંનેનો નાશ થાય છે., અને જો બંનેની અંત્ય નાડી હોય તો કન્યાનુ મૃત્યુ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં બ્રાહ્મણો ના માટે નાડી દોષ મુખ્ય રુપે ત્યાજ્ય છે.પણ વર્તમાન સમયમાં વિદ્વાન આ દોષ થી બચવાની બધાને સલાહ આપે છે.
નાડી દોષ અન્ય સંબંધોમાં પણ વર્જીત છે. જેવા કે ગુરૂ-શિષ્યની પરસ્પર એક નાડી હોવાથી દ્રેષ, મંત્ર અને સાધકની પરસ્પર એક નાડી હોવાથી રોગ, દેવતા અને પૂજકની પરસ્પર એક નાડી હોવાથી પૂજકનું મૃત્યુ થાય છે.
પરિહાર-