શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 નવેમ્બર 2020 (09:03 IST)

સરખેજ-ગાંધીનગર હાઈવે પર 36 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ 6 લેન ફ્લાયઓવરનું આજે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ. ૭૧ કરોડના બે ફ્લાય ઓવરનું ૩૦મી નવેમ્બર સોમવારે સવારે ૧૦-૩૦ કલાકે ઇ-લોકાર્પણ કરશે.  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ આ અવસરે ઉપસ્થિત રહેશે.
 
નેશનલ હાઇવે ૧૪૭ પર સરખેજ – ગાંધીનગર – ચિલોડાના કુલ ૪૪ કિ.મી.ના માર્ગને ૪ લેન માંથી ૬ લેનમા રૂપાંતરિત કરવાના તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
 
તદનુસાર ૨૪૫ મીટરની કુલ લંબાઈ નો સિંઘુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. ૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે તેમજ સાણંદ જંકસન ફ્લાય ઓવર બ્રિજ પણ ૨૪૦ મીટરની કુલ લંબાઇ સાથે રૂ. ૩૬ કરોડના ખર્ચે પૂર્ણ થયો છે.  આ બંને ફ્લાય ઓવરના લોકાર્પણ આવતી કાલે સોમવારે સવારે ૧૦-૩૦ કલાકે સિંધુભવન ચાર રસ્તા પાસે યોજાશે.
 
આ  પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ , ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા,  સાસંદઓ, ધારાસભ્યઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.