શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 જાન્યુઆરી 2023 (19:13 IST)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો

આગામી 27મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરશે. તેઓ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ કાર્યક્રમના કારણે ગુજરાતમાં ધોરણ 9થી 12ની પ્રિલિમનરી પરીક્ષા પાછી ઠેલાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી ધોરણ 9થી 12ની પ્રિલિમનરી પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર જાહેર કરાયો છે. હવે આ પરીક્ષા 28 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને કારણે આ પરીક્ષા એક દિવસ પાછી ઠેલવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પે ચર્ચાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. ગુજરાત બોર્ડ દ્વારા પરિપત્ર પણ કરવામાં આવ્યો છે. જેમાં એવું જણાવાયું છે કે, ધોરણ 6 અને તેનાથી ઉપરના વર્ગના તમામ વિદ્યાર્થીઓને તમામ સ્કૂલોએ આ કાર્યક્રમ ટીવી અથવા રેડિયોના માધ્યમથી બતાવવાના રહેશે.ધોરણ 9થી 12ની સ્કૂલની બીજી પ્રિલીમ પરીક્ષા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી યોજાવવાની હતી. પરંતુ 27 જાન્યુઆરીએ વડાપ્રધાનનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હોવાથી આ પરીક્ષાનું આયોજન 28થી 6 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરીને તમામ સ્કૂલોને આ અંગે જાણ પણ કરવામાં આવી છે.