Live IND vs ENG-ઈંગ્લેંડન નામે રહ્યો બીજુ સેશન ભારતનો સ્કોર 125/4
ભારત અને ઈંગ્લેંદ વચ્ચે પાંચ મેચની સીરીઝના પહેલા ટેસ્ટ મેચના બીજા દિવસે રમત ચાલૂ છે. બીજા દિવસના ટી બ્રેક ભારતે ઈંગ્લેંડની પ્રથમ પારીમાં બનાવ્યા 183 રનોના જવાબમાં 4 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા છે. કે એલ રાહુલ 57 અને ઋષભ પંત 7 રન બનાવીને ક્રીઝ પર છે. બીજુ સેશન ઈંગ્લિશ બૉલરના નામે રહ્યો. જેમ્સ એંડરસનએ ભારતને બે મોટા આંચકા આપ્યા અને પુજારા અને કપ્તાન વિરાટ કોહલીને સસ્તામા પવેલેકિયન મોકલ્યા. આજિક્સ રહાણે માત્ર 5 રન બનાવીને રન આઉટ થયા. ટ્રેંટ બ્રિઝમાં વરસાદ અત્યારે પણ ચાલૂ છે.
મેદાન પર અત્યારે વરસા ચાલૂ છે. ખેલાડીએ સમયથી પહેલા જ ટી બ્રેક લઈ લીધુ છે. બીજુ સેશન પૂર્ણ રૂપે ઈંગ્લેંદના નામે રહ્યો અને ટીમએ પુજાઅરા કોહલી અને રહાણે જેવા મોટા બેટ્સમેનને પવેલિયન મોકલી દીધુ છે.
મેદાને કવર કરાઈ રહ્યો છે. આશા છે આ વરસાદ જલ્દી રોકાય અને બેટ અને બૉલના વચ્ચે ફરી કાંટાની ટક્કર જોવા મળશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાઈ રહી છે. ભારતે પ્રથમ દિવસે પ્રથમ ઇનિંગમાં વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા.. ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 183 રનમાં સમેટાઇ ગયો હતો. ભારત તરફથી બેટિંગ કરવા રોહિત શર્મા અને કેએલ રાહુલ આવ્યા છે. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે 64 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ ભારત માટે સૌથી સફળ બોલર રહ્યા છે. બુમરાહે 4 અને શમીએ બે વિકેટ લીધી.