શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 ડિસેમ્બર 2022 (14:37 IST)

ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મંત્રીઓએ શપથ લીધા, જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ

oath ceremony
ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવી છે. આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. ત્યારબાદ તેમના મંત્રીમંડળના 4 સભ્યો પણ શપથ લીધા હતા. આ શપથવિધિ સમારોહમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંત બિસ્વા સરમા સહિતના આમંત્રિત સમારોહ સ્થળે પહોંચી ગયા છે. રાજ્યપાલે આજે ભૂપેન્દ્ર પટેલ સહિત આ મંત્રીઓએ શપથ લીધા હતાં
 
 આ મંત્રીઓએ લીધા શપથ


 
ભૂપેન્દ્ર પટેલ - મુખ્યમંત્રી
કનુભાઈ દેસાઈ - કેબિનેટ મંત્રી
ઋષિકેશ પટેલ - કેબિનેટ મંત્રી
રાઘવજીભાઈ પટેલ - કેબિનેટ મંત્રી
બળવંતસિંહ રાજપૂત - કેબિનેટ મંત્રી
કુંવરજી બાવળિયા - કેબિનેટ મંત્રી
મુળુભાઈ બેરા - કેબિનેટ મંત્રી
કુબેરભાઈ ડિંડોર - કેબિનેટ મંત્રી
ભાનુબેન બાબરિયા - કેબિનેટ મંત્રી
હર્ષ રમેશકુમાર સંઘવી - રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો
જગદીશ વિશ્વકર્મા - રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો
પરષોત્તમ સોલંકી - રાજ્યકક્ષાના મંત્રી
બચુભાઈ ખાબડ - રાજ્યકક્ષાના મંત્રી
મુકેશ પટેલ - રાજ્યકક્ષાના મંત્રી
પ્રફૂલ્લ પાનસેરિયા - રાજ્યકક્ષાના મંત્રી
ભીખુસિંહ પરમાર - રાજ્યકક્ષાના મંત્રી
કુંવરજી હળપતિ - રાજ્યકક્ષાના મંત્રી