શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2024 (12:54 IST)

પૂજામાં કેટલી અગરબત્તી પ્રગટાવવી શુભ કહેવાય છે ? ઘરની સમૃદ્ધિ માટે જાણો અગરબત્તીના પ્રગટાવવાના નિયમ

agarbatti
agarbatti
પૂજા કરવા દરમિયાન ક્યારેક ક્યારેક મનમાં એવા સવાલ આવી જાય છે કે જેના જવાબ તરત ન મળે તો ખૂબ મોટુ કંફ્યુજન ઉભુ થઈ જાય છે.  ઉતાવળમાં આપણાથી ભૂલ પણ થઈ જાય છે. જેનુ દુષ્પરિણામ પણ જોવા મળે છે. અગરબત્તીને લઈને પણ કંઈક આવુ જ છે. સાધકોના મનમાં સવાલ આવે છે કે પૂજામાં અગરબત્તી પ્રગટાવવી જોઈએ કે નહી ? જો અગરબત્તી પ્રગટાવવી તો કેટલી પ્રગટાવવી .. અહી જાણો દરેક માહિતી. 
  
જ્યોતિષ મુજબ સૌથી પહેલા તો પૂજામાં અગરબત્તી પ્રગટાવવી જ ન જોઈએ. કારણ્કે અગરબત્તી વાંસમાંથી બને છે અને વાંસ વંશનો પ્રતિક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વાંસ અંતિમ સંસ્કાર દરમિયાન પ્રગટાવવામાં આવે છે.  તેથી સાધકે અગરબત્તીની જગ્યાએ ધૂપ પ્રગટાવીને પૂજા કરવી જોઈએ.  છતા પણ જો કોઈ અગરબત્તી પ્રગટાવવી જ છે તો સંખ્યાનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. 
 
શુ 1, 3 કે 5 અગરબત્તી પ્રગટાવવી શુભ ?
 
જ્યોતિષ મુજબ એક અગરબત્તી પ્રગટાવવાથી પૂજાની પ્રભાવશીલતા ઓછી થઈ જાય છે. આ અસંતુલનનુ પ્રતિક માનવામાં આવે છે.  જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ થઈ શકે છે. ત્રણની સંખ્યા ત્રિદેવનુ પ્રતિક માનવામાં આવે છે.  પરંતુ તેનો દૈનિક પૂજામાં પ્રયોગ કરવુ યોગ્ય નથી  તેને વિશેષ પૂજા કે યજ્ઞોમાં ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. તેથી ત્રણ અગરબત્તી ન પ્રગટાવજો. બીજી બાજુ પાંચ અગરબત્તી પંચતત્વોનુ પ્રતિનિધિત્વ કરે છે. પણ તેને પણ નિયમિત પૂજામાં પ્રગટાવવાથી ઘરના વાતાવરણમાં અસંતુલન આવી શકે છે. 
 
આવો પડી શકે છે પ્રભાવ 
જ્યોતિષ મુજબ ધાર્મિક શાસ્ત્રો મુજબ અગરબત્તીઓ પ્રગટાવવાની સંખ્યા અને રીત નુ પાલન કરવાથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. ખોટી સંખ્યામાં અગરબત્તીઓ પ્રગટાવવાથી પૂજાનો સકારાત્મક પ્રભાવ ઓછો થઈ શકે છે.   જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખોટી સંખ્યામાં અગરબત્તીઓ પ્રગટાવવાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર પડી શકે છે. આનાથી પરિવારમાં મતભેદ અને તણાવ પેદા થઈ શકે છે.
 
પૂજામાં કેટલી અગરબત્તીઓ પ્રગટાવવી જોઈએ?
જ્યોતિષનું કહેવું છે કે બે અગરબત્તીઓ પ્રગટાવવાથી દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે છે અને ઘરમાં શાંતિ અને સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. ચાર અગરબત્તીઓ પ્રગટાવવી એ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેને વિશેષ ધાર્મિક વિધિઓ અને યજ્ઞોમાં ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે ચાર અગરબત્તીઓ પ્રગટાવવાથી ઘરની વિઘ્નો અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.