શનિવાર, 30 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (21:22 IST)

જેલમાંથી બહાર આવવા Aryan Khan કરી રહ્યા છે ભગવાનને પ્રાર્થના, જેલમાં થનારી આરતીમાં રોજ લે છે ભાગ

શાહરૂખ ખાન (Shah Rukh Khan) નો પુત્ર આર્યન ખાન(Aryan Khan) ડ્રગ્સ કેસમાં ખરાબ રીતે ફસાતો જોવા મળી રહ્યો છે. ક્રૂઝ પાર્ટીમાં ડ્રગ્સનુ સેવન કરવાના આરોપમાં NCB એ 2 ઓક્ટોબરના રોજ આર્યનની ધરપકદ કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તે જેલમાં જ છે. જામીન અરજી વારેઘડીએ રદ્દ થયા બાદ હવે આર્યનને ફક્ત ભગવાન પાસે જ આશા જોવા મળી રહી છે. આર્યન જેલના મંદિરમાં થનારી આરતીમાં સામેલ થઈને ભગવાનને પ્રાર્થના કરે છે. 
 
રોજ જેલની આરતીમાં લે છે ભાગ 
 
જેલના સૂત્રોએ જણાવ્યું છે આર્યન જે બેરેકમાં છે ત્યા એક નાનુ મંદિર છે, એ મંદિરમાં દરરોજ સાંજે 7 વાગ્યે આરતી થાય છે.  આર્યન આરતીમાં હાજરી આપે છે અને જયા સુધી આરતી પૂરી ન થાય ત્યાં સુધી તે ત્યાંથી ખસતો પણ નથી. શાહરુખ બે દિવસ પહેલા જ આર્યનને મળવા આવ્યો હતો. શાહરુખ અને આર્યનની મુલાકાત લગભગ 10 મિનિટ સુધી ચાલી હતી. આર્યન ઇન્ટરકોમ ઉપર કાચની દીવાલ પાછળ ઉભો રહ્યો અને તેના પિતા સાથે વાત કરી.
 
શાહરૂખ સાથે વાત કરીને રડી પડ્યા આર્યન 
 
શાહરૂખ જેવા વાત કરીને પરત ફરવા લાગ્યા તો આર્યનને ત્યા જ રડી પડ્યો હતો. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ત્યા હાજર એક કૈદીએ તેના ખભા પર હાથ મુકીને તેને ચુપ કરાવ્યો. સૂત્રોએ જણાવ્યુ કે આર્યન પિતાને મળ્યા પછી બૈરક તરફ પરત ફર્યો અને ખૂબ મોડે સુધી એકલો બેસી રહ્યો. તેણે મોડે સુધી કશુ ખાધુ પીધુ નહી.  જો કોઈ કેદી તેની સાથે વાત કરવાની કોશિશ કરતુ તો તે ફક્ત માથુ હલાવીને જવાબ આપતો હતો. 
 
19 દિવસથી આર્થર રોડ જેલમાં બંધ આર્યન ખાનની જામીન અરજી ઘણી વખત ફગાવી દેવામાં આવી છે. આ દરમિયાન શાહરૂખ ખાન ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યો છે. તે પોતાના પુત્રને જેલમાંથી બહાર કાઢવા માટે તમામ પ્રયાસો અજમાવી રહ્યો છે. આ દરમિયાન, તેમણે પોતાના જૂના વકીલને પણ બદલ્યા, પરંતુ હજુ પણ કામ બની જાય તેવુ લાગતું નથી.
 
તમને જણાવી દઈએ કે, મુંબઈના ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ખરાબ રીતે ફસાયેલા બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન માટે ફરી રાહ જોવી પડશે. કોર્ટમાં સુનાવણીનો નિર્ણય 20 ઓક્ટોબર સુધી અનામત રાખવામાં આવ્યો હતો, પરંતુ ફરી સુનાવણી બાદ પણ આર્યનને જામીન મળ્યા નથી.