રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 8 ડિસેમ્બર 2021 (08:28 IST)

Birthday Special: જ્યારે ધર્મેન્દ્રએ રોક્યા હતા હેમા માલિનીના લગ્ન, વરરાજાની ગર્લફ્રેંડને લઈને પહોંચી ગયા હતા મંડપમાં

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર આજે પોતાનો 85 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. બોલીવુડના હીમેન તરીકે જાણીતા ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર, 1935 ના રોજ પંજાબના નસરાલીમાં થયો હતો. તે પોતાની તેજસ્વી અભિનય અને તેની અલગ શૈલીથી ચાહકોના દિલમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો, પરંતુ બોલિવૂડની યાત્રા તેમના એટલી સરળ નહોતી.
 
ધર્મેન્દ્ર અને હેમા માલિનીની લવ સ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. જ્યારે ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ એક બીજા સાથે લગ્ન કરવા માટે ધર્મ બદલી નાખ્યો હતો, તો બીજી બાજુ ધર્મેન્દ્રએ એકવાર હેમા માલિનીના લગ્ન પણ રોકી દીધા હતા.
 
બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સુપરસ્ટાર્સનુ દિલ ધડકતુ હતુ. તેમાં જીતેન્દ્રનું નામ પણ શામેલ છે.
 ઉલ્લેખનીય છે કે અભિનેતા સંજીવ કુમાર હેમા માલિનીને ખૂબ ચાહતા હતા અને તેમણે જીતેન્દ્રને પોતાના પ્રેમ વ્યક્ત કરવા હેમા માલિની પાસે મોકલ્યો હતો.
 
પરંતુ જીતેન્દ્રએ ત્યા જઈને સંજીવ કુમાર નહીં, પરંતુ પોતાના દિલના જણાવીને આવી ગયા.  આટલું જ નહીં આ દરમિયાન ધર્મેન્દ્ર પણ હેમા સાથે લગ્ન કરવા માંગતા હતા,  જીતેન્દ્ર હેમા માલિનીને લઈને ચેન્નઈ જતા રહ્યા ત્યાં જ તેની સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ આ લગ્નને રોકવા માટે ધર્મેન્દ્ર, જીતેન્દ્રની તત્કાલિન ગર્લફ્રેંડ શોભાને લઈને ત્યા પહોંચી ગયા અને આ લગ્નને રોકી દીધા. 
ઉલ્લેખનીય છે કે, જ્યારે રિયાલિટી ટીવી શો ઇન્ડિયન આઇડલના સીઝન -11ના શોમાં ધર્મેન્દ્ર મહેમાન તરીકે પહોંચ્યા હતા, ત્યારે તેમણે પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા હતા અને કહ્યું હતું કે જ્યારે તે મુંબઈ આવ્યા  ત્યારે શરૂઆતના સમયમાં તેમની પાસે રહેવા માટે ઘર પણ નહોતુ.
 
તેમણે કહ્યું હતું કે મુંબઈમાં ઘર ન હોવાને કારણે મારે ગેરેજમાં સૂવું પડ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભલે તે સમયે મારી પાસે રહેવાની જગ્યા ન હતી, પરંતુ પૈસા કમાવવાની ઇચ્છા ચોક્કસ હતી.
 
આ દરમિયાન તેમણે પાર્ટ ટાઇમ જોબ કરી લીધી હતી, જ્યાં તેમને 200 રૂપિયા મળતા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે તે શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ પરત ફરતી વખતે કલાકો પુલની પાસે બેસ્યા રહેતા અને પોતાની મંઝીલ વિશે વિચારતા હતા. 
 
ધર્મેન્દ્ર હાલમાં પંજાબમાં તેના ઘરમાં રહીને ફાર્મિંગ કરે છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શાકભાજીની એ તસવીરો શેર કરતા રહે છે જેને તેઓ પોતે ઉગાડે છે.