શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 નવેમ્બર 2018 (15:36 IST)

જસ્ટિસ અકિલ કુરેશીની બદલીથી નારાજ વકીલોએ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો

જસ્ટિસ અકિલ કુરેશીની બદલીની ગુરુવારે રાષ્ટ્રપતિએ સુપ્રિમના ચીફ જસ્ટિસ સાથે પરામર્શ બાદ અંતિમ મહોર મારી દીધી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટેના એક્ટિંગ ચીફ જસ્ટિસ, તરીકે અનંત એસ દવેની નિયુક્તિ કરવામાં આવી છે. જસ્ટિસ અકિલ કુરેશીની બોમ્બે હાઈકોર્ટની બદલીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જસ્ટિસ અકિલ કુરેશીની બદલીથી વકીલો નારાજ છે અને આજથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. ગુજરાત હાઇકોર્ટમાં બીજા નંબરના સિનિયર જસ્ટિસ અકિલ કુરેશીની સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા બોમ્બે હાઇકોર્ટમાં બદલીની કરાયેલી ભલામણથી હાઇકોર્ટ બાર એસો.એ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને આજથી અનિશ્ચિત મુદત માટે કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ બાર એસોસિએશનને પણ સમર્થન કરવા માટે અપીલ કરાઈ છે. બારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ બદલી ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ સમાન છે, જેથી આ નિર્ણયને વખોડી કાઢવામાં આવે છે. તેમજ આ નિર્ણયને રિટ પિટિશન સ્વરૂપે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. એટલું જ નહીં પણ આ ઠરાવમાં એવો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો કે, આ બદલીના વિરોધમાં આજ(શુક્રવાર)થી હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે.   ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશન દ્વારા ગુરુવારે ચીફ જસ્ટિસ રેડ્ડીને વિદાય આપવામાં આવી હતી. નોંધનીય છેકે, તેમની સાથે પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એમ.આર.શાહ પણ સુપ્રીમકોર્ટમાં જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કરશે.આજે ગુજરાત હાઇકોર્ટમાં યોજાયેલા વિદાય સમારંભમાં જસ્ટિસ રેડ્ડીએ ગુજરાતમાં તેમના કાર્યકાળને સૌથી શ્રેષ્ઠ ગણાવ્યો હતો.