શ્રદ્ધા મર્ડર કેસ: આફતાબના પરિવાર સાથે પોલીસનો સંપર્ક નહી, શુ તેઓ પુત્રની કરતૂત વિશે જાણતા હતા ?
શ્રદ્ધા વાલકર હત્યાકાંડનો આરોપી આફતાબ અમીન પૂનાવાલાનો પરિવાર સાથે પોલીસ સંપર્ક નથી થઈ રહ્યો. કેટલાક સમય પહેલા જ્યારે શ્રદ્ધાની હત્યાની વાત સામે આવી હતી તો માનિકપૂર પોલીસે આફતાબને પાલઘર જીલ્લાના વસઈ બોલાવીને તેનુ નિવેદન લીધુ હતુ. કહેવાય રહ્યુ છે કે ત્યારબાદ જ આફતાબનો પરિવાર અજ્ઞાત સ્થાન પર શિફ્ટ થઈ ગયો. હવે આફતાબનો પરિવાર માનિકપુર પોલીસના સંપર્કમાં નથી.
આરોપી આફતાબ અમીન પૂનાવાલા પખવાડિયા પહેલા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈ સ્થિત યુનિક પાર્ક હાઉસિંગ સોસાયટીમાં તેના પરિવારના સભ્યોને મુંબઈમાં સ્થળાંતર કરવામાં મદદ કરવા આવ્યો હતો. આફતાબનો પરિવાર પોલીસને જાણ કર્યા વગર અન્ય જગ્યાએ શિફ્ટ થઈ ગયો હતો. પોલીસને શંકા છે કે આફતાબના પરિવારને પુત્રના કૃત્યનો ખ્યાલ આવી ગયો હતો અને તેથી પોલીસને જાણ કર્યા વિના તેઓ ઉતાવળમાં બીજે શિફ્ટ થઈ ગયા હતા. એવું પણ સામે આવી રહ્યું છે કે શ્રદ્ધાના મૃત્યુ પછી પણ તેના બેંક ખાતાની સાથે તેના ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને પૈસા ઉપાડવામાં આવ્યા હતા.
આફતાબ પૂનાવાલાની દિલ્હી પોલીસે 12 નવેમ્બરે તેની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકરની કથિત રીતે ગળું દબાવી હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. છ મહિના પહેલા, 18 મેના રોજ, તેણે દક્ષિણ દિલ્હીના મેહરૌલીમાં વાલ્કરની ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારપછી બીજા દિવસે મૃતદેહના 35 ટુકડા કરવામાં આવ્યા અને લગભગ 21 દિવસ સુધી ફ્રીઝમાં રાખ્યા બાદ ઘણા દિવસો સુધી તે ટુકડાને અલગ-અલગ જગ્યાએ ફેંકતા રહ્યા.
પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી મહિલાના શરીરના 13 ટુકડાઓ કબજે કર્યા છે, જેને ડીએનએ પૃથ્થકરણ માટે મોકલવામાં આવશે. તપાસ ટીમ ડેટિંગ એપ 'બમ્બલ'નો પણ સંપર્ક કરે તેવી શક્યતા છે જેના દ્વારા બંને મળ્યા હતા.