શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 25 એપ્રિલ 2022 (17:06 IST)

Food in 5 Rs- રાજ્યમાં માત્ર 5 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન

food
રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા ફરી એકવાર શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવશે.  ત્યારે હવે શ્રમિકોને 10 નહી માત્ર પાંચ રુપિયામાં જ ભોજન મળશે. જી હા, આ માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે કામગીરી હાથ ધરી છે. 

રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને શ્રમિકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. પરંતુ કોરોનાને કારણે ઘણી એવી યોજનાઓ છે જે બંધ પડી હતી. ત્યારે હાલમાં કોરોના કેસ કાબૂમાં આવતા રાજ્ય સરકાર યોજનાનો પુનઃ લાભ આપવાની યોજના બનાવી રહ્યું છે.  ત્યારે કોરોનાને કારણે બંધ પડેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરીએકવાર શરુ થશે. 
 
રાજ્યના શ્રમિકોને 5 રુપિયામાં ભોજન અપાશે. 5 રૂપિયામાં ભોજન માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.  મહત્વનું છે કે  અગાઉ અન્નપૂર્ણા યોજના હેઠળ 10 રૂપિયામાં અપાતું ભોજન અપાતુ હતું. પરંતુ કોરોનાને કારણે આ યોજના બંધ કરવામાં આવી હતી. મહત્વનું છે કે શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.