શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 જાન્યુઆરી 2022 (08:52 IST)

સુરત બસ અગ્નિકાંડ - લકઝરી બસની લકઝરી સેવાઓએ આગને વધુ વિકરાળ બનાવી

સુરતમાં હીરાબાગ સર્કલ પાસે:ખાનગી બસમાં ફાટી નીકળવાની ઘટનાએ અફરા-તફરી મચાવી દીધી છે. રાજ્યની મહાપાલિકાઓમાં કર્ફ્યુંની માલ્વારીનાં થોડા સમય પહેલા જ હીરાબાગ સર્કલ પર એક રાજધાની નામની બસમાં ACમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી.  મંગળવારે મોડીરાત્રે લકઝરી બસમાં આગ લાગતા જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું, જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવકતો બહાર નીકળી ગયો હતો પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી. 
 
ભાવનગર જવા નીકળેલી લકઝરી બસમાં ‘લકઝરી’ સેવાના કારણે જ શોર્ટસર્કિટ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. આગ લાગ્યા બાદ તરત જ બસના પાછળના ભાગે બ્લાસ્ટ થયો હતો. બસમાં 1x2ની વ્યવસ્થાની સ્લિપિંગ એસીની વ્યવસ્થા હતા. જમણી બાજુ પાછળના ભાગે બે રેકમાં ડબલ બેડવાળા બોક્સ હતા. જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેઠા હતા. એકાએક આગ લાગતા આ બોક્સમાં બેઠેલી મહિલાને બસમાંથી ઉતરવાનો સમય જ મળ્યો ન હતો અને તે જોતજોતામાં જ જીવતી સળગી ગઈ હતી.
 
બસમાં મોબાઇલ ચાર્જિંગ માટેના પણ યુનિટ્સ આપેલા હતા. શક્યતા છે કે તેના કારણે પહેલા શોર્ટસર્કિટ થયું અને પછી આગ લાગી હતી. આગ લાગ્યા બાદ બસના નીચેના ભાગે ટેમ્પરેચર વધ્યું અને તરત જ એસીનું કમ્પ્રેસર ફાટ્યું હતું. આ બ્લાસ્ટ અને બસમાં સૂવા માટે ગોઠવાયેલી ફોમની ગાદીના કારણે આગ વધુ વિકરાળ બની હતી.
 
બસના ડ્રાઈવરે કહ્યુ કે યોગીચોક પાસેથી હું લકઝરી લઈને જતો હતો ત્યારે એક બાઇકવાળો ઓવરટેક કરીને નજીક આવ્યો અને કહેવા લાગ્યો કે તારી બસની પાછળના ભાગે ધુમાડા નીકળે છે. એટલે મેં તરત બસ ઉભી રાખી અને પાછળ જઈને ચેક કર્યું તેટલીવારમાં તો આગ વધુ ફેલાઈ ગઈ