શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2022
Written By
Last Updated : મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (11:05 IST)

શું સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવશે? બજેટમાં થઇ શકે છે આ જાહેરાત

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરવા જઈ રહ્યાં છે. નાણામંત્રી આ બજેટમાં શું જાહેરાત કરે છે તેની સૌને રાહ છે. પેટ્રોલ ડીઝલને GSTના દાયરામાં લાવવામાં આવે અથવા એક્સાઇઝ ડ્યુટી પુનઃસ્થાપિત કરવામાં આવે.
 
તો બીજી તરફ, લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવે. જો સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવે તો સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળશે.
 
તો આ તરફ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને ટીકાનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકારે નવેમ્બર 2021માં તેના પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. અર્થશાસ્ત્રીઓ માને છે કે એક્સાઈઝ ડ્યુટીમાં આ ઘટાડો રોગચાળા પહેલાની સ્થિતિ કરતાં ઘણો ઓછો હતો. આવી સ્થિતિમાં સરકારે ફરીથી એક્સાઈઝ ડ્યુટી પુનઃસ્થાપિત કરવી જોઈએ.
 
વર્ષ 2020 માં કેન્દ્રને કોરોના સંકટ વચ્ચે પોતાના ખજાનાને વધારવા માટે એક્સાઇઝ ડ્યુટીના રૂપમાં એક સારો રસ્તો મળ્યો હતો. જેના કારણે આવક વધી પરંતુ તેલ મોંઘુ થઇ ગયું. નવેમ્બર 2021 ની શરૂઆતમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો ફેબ્રુઆરી 2021 સુધી કરવામાં આવેલા વધારાના માત્ર 15-30 ટકા હતો. હાલમાં, એક્સાઐઝ ડ્યૂટી કુલ પંપની કુલ કિંમતનો ચોથો ભાગ છે.