શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Modified: સોમવાર, 10 મે 2021 (13:05 IST)

Akshaya Tritiya 2021 Date: અક્ષય તૃતીયા 2021 શુભ મુહૂર્ત, દાન પુણ્યથી થશે અક્ષય ફળની પ્રાપ્તિ

દર વર્ષ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને અખાત્રીજ કહેવાય છે. સનાતન ધર્મ મુજબ, આ દિવસ ખૂબ જ વિશેષ છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. વિષ્ણુ પુરાણ મુજબ, ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો વૈશાખ મહિનો હોય છે અને આ મહિને ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ લાભદાયક માનવામાં આવે છે. 
 
અખાત્રીજી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા પાપ નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. આટલુ જ નહી અખાત્રીજ તૃતીયા પર ભગવાન પરશુરામનો પણ જન્મ થયો હતો તેથી આ દિવસે ભગવાન પરશુરામના જન્મોત્સવના રૂપમાં પણ ઉજવાય છે.  અખાત્રીજ તૃતીયા પર લોકો સોના-ચાંદીની વસ્તુઓ ખરીદે છે. 
 
આ માન્યતા છે કે આ દિવસે આવી વસ્તુઓ ખરીદવાથી ઘરમાં વધારો થાય છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. અહી જાણો અખાત્રીજનુ શુભ મુહુર્ત, શુભ મુહુર્ત અને મહત્વ  
 
અક્ષય તૃતીયા અને શુભ મુહૂર્ત 
 
અખાત્રીજ તિથિ - 14 મે 2021 શુક્રવાર 
તૃતીયા તિથિ શરૂ - 14 મે 2021 સવારે 05.38 
તૃતીયા તિથિ સમાપ્ત - 15 મે 2021 સવારે 07.59 
અક્ષય તૃતીયા પૂજા મુહૂર્ત - સવારે 05.38થી લઈને બપોરે 12.18 
 
હિંદુ ધર્મ મુજબ અખાત્રીજ ખૂબ જ મહત્વપૂર્ણ તિથિ માનવામાં આવે છે.  જ્યોતિષ બતાવે છે કે અક્ષય તૃતીયા પર અબૂજ મુહૂર્તનો યોગ બને છે જે ખૂબ જ શુભ છે. એવુ કહેવાય છે કે અખાત્રીજ પર કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરી શકાય છે અને આ માટે શુભ મુહૂર્ત જોવાની જરૂર નથી. 
 
માન્યતા મુજબ અખાત્રીજ પર દાન પુણ્ય જેવા શુભ કાર્ય કરવાથી ફળ મળે છે. સોના ચાંદીની વસ્તુઓ ખરીદવાથી ઘરમાં બરકત વધે છે અને સુખ સમૃદ્ધિઓ વાસ થાય છે. અખાત્રીજ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા ખૂબ જ મંગલમય હોય છે.  આ દિવસએ ભગવાન પરશુરામની પૂજા કરવી પણ ખૂબ લાભદાયક હોય છે.