બ્રહ્માકુમારીઝના મુખ્ય પ્રશાસિકા ૯૩ વર્ષિય દાદી હૃદયમોહિનીનું દેહાવસાન, આબુરોડ ખાતે કરાશે અંતિમ સંસ્કાર
- બ્રહ્માકુમારીઝના મુખ્ય પ્રશાસિકા ૯૩ વર્ષિય દાદી હૃદયમોહિનીનું દેહાવસાન.
- મુંબઈની સૈફી હોસ્પિટલમાં મહાશિવરાત્રિ ગુરુવારે સવારે ૧૦.૩૦ વાગે લીધા અંતિમ શ્વાસ.
- દાદીજીના પાર્થિવ દેહને આજે ૧૧ માર્ચે એયર એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવશે મુખ્યાલય શાંતિવન, આબુરોડ રાજસ્થાન
- દાદીજીનો પાર્થિવ દેહ ૧૧ અને ૧૨ માર્ચના રોજ શાંતિવન ખાતે અંતિમ દર્શન માટે રાખવામા આવશે.
- ૧૩મી માર્ચ શનિવારે શાંતિવન, આબુરોડ ખાતે કરવામાં આવશે અંતિમ સંસ્કાર.
- દાદીજીને પ્રાપ્ત હતું દિવ્ય દ્રષ્ટિનું વરદાન, એક વર્ષ પહેલા જ દાદી જાનકીજીના નિધનથી બ્રહ્માકુમારીઝના મુખ્ય પ્રશાસિકા નિયુક્ત થયેલ.
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલયના મુખ્ય પ્રશાસિકા રાજયોગીની દાદી હ્રદયમોહિનીજીનું મહાશિવરાત્રીના પાવનતમ દિવસ ૧૧, માર્ચ, ૨૦૨૧ સદગુરુવારે સવારે ૧૦.૩૦ વાગે દેવલોકગમન થયેલ છે. ૯૩ વર્ષની આયુએ તેમણે મુંબઈની સૈફી હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા. તેમને દિવ્ય બુધ્ધિનું વરદાન પ્રાપ્ત હતું. એયર એમ્બ્યુલન્સથી તેમનું પાર્થિવ શરીર બ્રહ્માકુમારીઝના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શાંતિવન, રાજસ્થાન લાવવામાં આવશે. ૧૧ અને ૧૨ માર્ચના રોજ તેમના પાર્થિવ દેહ ને અંતિમ દર્શન અને શ્રધ્ધાંજલિ માટે કોન્ફરન્સ હૉલ, શાંતિવન, આબુરોડ ખાતે રાખવામા આવશે. ૧૩ માર્ચ શનિવારે સવારે શાંતિવન, આબુરોડ ખાતેના શક્તિભવન, એવર હેલ્ધી હોસ્પિટલના ગાર્ડનમાં ભવ્ય આધ્યાત્મિક માન સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.