અમદાવાદના CG રોડ પર અકસ્માતના નામે કાર આંતરી વેપારીના 26 લાખની લૂંટ

robbery
Last Updated: સોમવાર, 25 એપ્રિલ 2022 (11:09 IST)
અમદાવાદના સીજી રોડ પર આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને જઈ રહેલા વેપારીની કારથી અકસ્માત થયો હોવાનું કહીને વેપારીની કારમાંથી ચાર લૂંટારું રોકડા 26.70 લાખ લઈ ફરાર થઈ ગયા હતા.નિકોલ શિક્ષાપત્રી પ્લેટીનામાં રહેતા પ્રવિણભાઈ પટેલ(46) દરિયાપુરમાં હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરે છે.

22 એપ્રિલે સાંજે 4.23 વાગ્યે પ્રવિણભાઈ સીજી રોડ ઈસ્કોન આર્કેડમાં આવેલી આર.કે.એન્ટરપ્રાઈઝ આંગડિયા પેઢીમાં માણસામાં વેચેલી જમીનનું પેમેન્ટ આવી ગયું હોવાથી લેવા માટે ગયા હતા. તેમણે રૂ.26.70 લાખ બેગમાં લઈને કારની બાજુની સીટ ઉપર પૈસા ભરેલી બેગ મુકી હતી.નવરંગપુરા ચાર રસ્તા પાસે એક એક્ટિવા ચાલકે કારનો કાચ ખખડાવીને કહ્યું કે તમારી કારથી મારા એક્ટિવાને અકસ્માત કર્યો છે કેહી ઝઘડો કર્યો, આ દરમિયાન પાછળની બાઈક પર આવેલા તેના બે સાગરીતો કારમાં મૂકેલી પૈસા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે પ્રવિણભાઈએ નવરંગપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


આ પણ વાંચો :