શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 જુલાઈ 2021 (10:32 IST)

અંબાજી મંદિરને લાગ્યું કોરોનાનું ગ્રહણ, દાનની રકમમાં થયો ઘટાડો

શક્તિપીઠ અંબાજી મંદિરને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. વર્ષે દહાડે લાખો શ્રદ્ધાળું અંબાજી આવીનેમાં અંબાના ચરણોમાં શિશ નમાવે છે અને દાનની સરવાણી વહાવે છે. અંબાજી શક્તિ પીઠમાં દરરોજ 12 હજાર શ્રદ્ધાળુઓમાંતાજીના ચરણોમાં શિશ નમાવે છે. જ્યારે શનિ-રવિ હોય અથવા કોઈ તહેવાર હોય ત્યારે ૩૫ હજાર જેટલા શ્રદ્ધાળુઓમાંતાજીના ચરણોમાં શિશ નમાવવા આવતા હોય છે.

ગત વર્ષની સરખામણી કરીએ તો ગત વર્ષે કોરોના કાળમાં અંબાજી મંદિર ચાર માસ બંધ રહ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે અંબાજી મંદિર બેમાંસ બંધ રહ્યું હતું જોકે મંદિરની આવકમાં પણ કોરોના કાળમાં ફરક પડ્યો હતો કોરોનાની મહામારીમાં વર્ષ 2020-21માં શ્રદ્ધાળુઓએમાંતાજીના ભંડારામાં 9,04,95,069 રૂપિયા જ્યારે 2021-22માં 2,62,89,011 રૂપિયાના દાનથી ભંડારો ભરાયો હતો. જ્યારે વર્ષ 2020-2021માં 3,49,96,115 રૂપિયા જ્યારે 2021-2022માં 65,20,172 રૂપિયાની દાન ભેટ આવી હતી. આમ તો અંબાજી મંદિરમાં કોરોના કાળ પહેલા દરમાંસે 2 કરોડ જેટલું દાન ભેટ અને ભંડારની આવક થતી પરંતુ કોરોના કાળમાં અંબાજી મંદિરમાં દર મહિને આવક ઘટી અને વર્ષ 2020-21માં 1 કરોડ અને 2021-22માં 35 લાખ જેટલી થઈ છે. જોકે ગત વર્ષે કોરોનાની મહામારી બાદ શ્રદ્ધાળુઓનો ધસારો પણ ઓછો રહ્યો છે અને દાનની સરવાણી પણ ઓછી રહી હતી. જ્યારે કોરોના સંક્રમણ ઓછું થતા અને શક્તિપીઠના દ્વાર ખુલતા શ્રદ્ધાળુએ દાનની સરવાણી પણ વહાવી હતી ત્યારે અનેક શ્રદ્ધાળુઓ અત્યારે માં અંબાના ચરણોમાં શિશ નમાવવા નમાવે છે અને દાનની સરવાણી પણ વહાવે છે. રાજયમાં કોરોના કેસ ઓછાં થતાં લોકડાઉન અને કર્ફ્યુના નિયમોમાં ઢીલાશ આપવામાં આવી છે. જેના કારણે કોરોના મહામારીમાં જે મંદિરોમાં આવક ખૂબ જ ઓછી થઈ ગઈ હતી ત્યાં હવે ફરી એકવાર શ્રદ્ઘાળુઓના ટોળા જોવા મળી રહ્યા છે. સોમનાથ જયોતિર્લિંગ મંદિર હોય કે દ્વારકાધિશનું મંદિર તેમજ અંબાજીનું મંદિર હોય કે ડાકોરમાં આવેલું રણછોડરાયનું મંદિર દરેક જગ્યાએ દાન ધર્માદાની આવક ફરી એકવાર કોરોના આવ્યો તે પહેલાના સ્તરે પહોંચી ગઈ છે.