ઓફિસમાંથી રજા લેવા માટે વ્યક્તિએ ચાર વાર કર્યા એક જ યુવતી સાથે લગ્ન અને ત્રણ વાર આપ્યા છુટાછેડા
શુ તમે ક્યારેય સાંભળ્યુ છે કે કોઈ વ્યક્તિ પોતાની રજા માટે અનેકવાર લગ્ન કરી શકે છે ? જરૂર નહી સાંભળ્યુ હોય. જો કે અનેકવાર એવા મામલા પણ સામે આવ્યા છે જ્યા લોકો ઓફિસમાંથી રજા લેવા માટે અનેકવાર પોતાના પરિવારના જીવતા સભ્યોના જ મોત થયાનુ જુઠ્ઠાણુ બોલે છે. પણ અમે અહી જે ઘટના અમે તમને બતાવી રહ્યા છે એ થોડુ હેરાન કરનારુ છે. અહી એક વ્યક્તિએ પોતાની પેડ લીવ વધારવા માટે એક જ યુવતી સાથે ચાર વાર લગ્ન કરી લીધા અને ત્રણ વાર તલાક પણ આપ્યા.
આ ઘટના તાઈવાનની છે
મામલો તાઈવાનનો છે, જ્યા એક વ્યક્તિએ 37 દિવસની અંદર એક જ યુવતી સાથે ચાર વાર લગ્ન કર્યા અને 3 વાર છુટાછેડા આપ્યા. આ બધુ આ વ્યક્તિએ એ માટે કર્યુ જેથી પેડ લીવને આગળ વધારી શકાય. આ વ્યક્તિ તાઈપેની એક બેંકમાં કલર્કના રૂપમાં કામ કરે છે. સમાચાર મુજબ જ્યારે વ્યક્તિએ લગ્ન માટે
રજા માંગી તો ફક્ત 8 દિવસની રજા જ અપ્રૂવ થઈ. 6 એપ્રિલ 2020ના રોજ તેના લગ્ન થઈ ગયા અને થોડા દિવસ પછી રજાઓ પુર્ણ થઈ ગઈ.
એક જ યુવતી સાથે ચાર વારના લગ્ન
ત્યારબાદ વ્યક્તિએ પોતાની પત્નીને છુટાછેડા આપ્યા અને ફરી તેની સાથે લગ્ન કરી લીધા. ત્યારબાદ તેણે કાયદા અને નિયમોનો હવાલો આપતા રજા માટે ફરીથી અરજી કરી લીધી. તેણે આવુ સતત ચાર વાર કર્યુ અને ત્રણ વાર છુટાછેડા આપ્યા. આ રીતે તેને ચાર લગ્ન માટે કુલ 32 દિવસની રજા લઈ લીધી. જો કે વસ્તુ એવી નહી ચાલી જેવી વ્યક્તિએ યોજના બનાવી હતી. બેંકને તપાસ કરાવી કે એ શુ કરવાની કોશિશ કરી રહ્યો હતો અને તેણે વધારાની પેડ લીવ આપવાથી ઈનકાર કરી દીધો.