શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2024 (13:51 IST)

Team India પાસે નંબર 1 બનવાની તક, ICC ગમે ત્યારે કરી શકે છે એલાન

teast team india
India vs England Test Series : ભારત અને ઈગ્લેંડ વચ્ચે રમાય રહેલી ટેસ્ટ શ્રેણી હવે પોતાના અંતિમ મુકામ પર છે. શ્રેણીના 4 મુકાબલા થઈ ચુક્યા છે. જેમા ભારતે લીડ બનાવી છે. હવે અંતિમ મેચનો સમય છે. જે 7 માર્ચના રોજ ધર્મશાલામાં રમાશે.  બીસીસીઆઈ તરફથી આ માટે ટીમનુ એલાન પણ કરવામાં આવ્યુ છે. જેમા થોડા ફેરફાર થયા છે. આ દરમિયાન ભારતીય ટીમ પાસે એકવાર ફરીથી આઈસીસીની ટેસ્ટ રેકિંગમાં નંબર વન બનવાની તક છે. જેનુ એલાન ક્યારેય પણ થઈ શકે છે.  
 
આઈસીસી ટેસ્ટ રૈકિંગમાં ઓસ્ટ્રેલિયા નંબર એકની ખુરશી પર 
આઈસીસીની વનડે અને ટી20 રૈકિંગમાં ભારતીય ટીમ ટોપ પર છે. એટલે કે તેનો નંબર વનની ખુરશીનો પર કબજો છે.  આ દરમિયાન ફક્ત ટેસ્ટ જ એવુ ફોર્મેટ છે જ્યા તેને નંબર બે ની ખુરશી પર સંતોષ કરવો પડી રહ્યો છે. આઈસીસી ટેસ્ટ રેકિંગમાં ઓસ્ટ્રેલિયા નંબર એક પર છે. જો કે ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેની રેટિંગ બરાબરી પર છે. પણ જો  દશાંશના અંકો સુધી જઈશુ તો ઓસ્ટ્રેલિયા બાજી મારે છે. પણ ભારતીય ટીમે જે રીતે અગાઉનો થોડો સમય સતત 3 ટેસ્ટ મેચ જીતી છે  તેનાથી તેની નંબર જવાની શકયાતો વધુ મજબૂત થઈ રહી છે. 
 
જાન્યુઆરીથી અત્યાર સુધી અપડેટ નથી થયુ રૈંકિંગ 
 
આઈસીસી તરફથી ટીમોની રૈકિંગ 28 જાન્યુઆરી 2024 પછી અપડેટ નથી કરવામાં આવ્યુ.  એ સમયની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાની રેટિંગ 117 ની છે અને ટીમ નંબર એક પર છે. બીજી બાજુ ભારતની રેટિંગ પણ 117 છે અને તે નંબર બે પર છે. પણ 28 જાન્યુઆરી પછીથી લઈને અત્યાર સુધી ભારતીય ટીમે ત્રણ સતત મેચ પોતાને નામ કરી છે.  પણ આઈસીસીની તરફથી અપડેટ ન કરવાને કારણે જાણ થઈ રહી નથી કે ભારતની રેટિંગ હવે કેટલી થઈ છે. 
 
ભારતીય ટીમ જો અંતિમ ટેસ્ટ જીતશે તો નંબર વનની શક્યતા 
આ દરમિયાન ઈગ્લેંડની વાત કરીએ તો તે ત્રીજા નંબર પર છે. તેની રેટિંગ એ સમય સુધી 115 હતી. પણ ટીમ સતત ત્રણ મેચ હારી છે.  તેથી દેખીતુ છે કે તેની રેટિંગ ઓછી થઈ હોય. પણ શુ તેનાથી તેની રૈકિંગ પર પણ અસર પડશે એ જોવાનુ રસપ્રદ રહેશે.