રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 27 માર્ચ 2023 (09:46 IST)

WPL : મુંબઈ ઇન્ડિયન્સ બન્યું પ્રથમ ચૅમ્પિયન, દિલ્હી કૅપિટલ્સને સાત વિકેટે હરાવ્યું

wpl chempion
મુંબઈ ઇન્ડિયન્સ ટીમ વીમેન્સ પ્રીમિયર લીગના પ્રથમ સંસ્કરણની વિજેતા બની છે.
 
ટુર્નામેન્ટની ફાઇનલમાં મુંબઈએ દિલ્હીને સાત વિકેટથી હરાવ્યું છે. દિલ્હી કૅપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 132 રનોનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને નૅટ સ્કીવર-બ્રન્ટની અર્ધશતકીય ઇનિંગની મદદથી મુંબઈએ અંતિમ ઓવરમાં જ પૂર્ણ કરી દીધો હતો.

મુંબઈના કૅપ્ટન હરમનપ્રીતકોર અને સ્કિવર બ્રન્ટે ત્રીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, 37 રનના વ્યક્તિગત સ્કોર પર હરમનપ્રીતકોર 
 
આઉટ થઈ ગયાં હતાં. 
 
દિલ્હી કૅપિટલ્સનાં ઓપનર શેફાલી વર્મા માત્ર 11 રન બનાવીને આઉટ થયાં હતાં. ઈસી વૉન્ગના બૉલ પર તેઓ એકદમ સરળ કૅચ આપી બેઠાં હતાં.
જેમિમા રૉડ્રિગ્ઝ પણ સિંગલ ડિજિટમાં આઉટ થયાં હતાં. એ પછી મૅરિજાને કાપ અને કૅપ્ટન લૅનિંગે સાથે મળીને ઇનિંગ સંભાળવાનો પ્રયત્ન કર્યો, પણ કાપ 
 
18 રન બનાવીને ઍમિલિયા કારનો શિકાર બની ગયાં.
 
એક તરફ વિકેટો પડતી ગઈ તો બીજી તરફ દિલ્હી કૅપિટલ્સનાં કૅપ્ટન મૅગ લૅનિંગ ક્રીઝ પર ટકીને રહ્યાં. પણ 35 રન બનાવીને તેઓ પણ આઉટ થઈ ગયાં.
ત્યાર પછી અરુંધતિ રેડ્ડી ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયાં. જેસ જોનાસેન માત્ર બે રન બનાવીને આઉટ થઈ ગયાં. મીનુ મણિ એક રન અને તાનિયા 
 
ભાટિયા ખાતું ખોલાવ્યાં વગર આઉટ થઈ ગયાં.
 
જોકે, અંતિમ ઓવરોમાં શિખા પાંડે અને રાધા યાદવની જોડી મેદાન પર ટકીને રહી. શિખા પાંડેએ એક છગ્ગા અને ત્રણ ચોક્કા ફટકારીને 27 રન બનાવ્યાં. 
 
જ્યારે રાધા યાદવે બે છગ્ગા અને બે ચોગ્ગા મારીને 27 રન બનાવ્યાં.
 
મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ઈસી વૉન્ગ અને હેલી મૅથ્યૂઝે ત્રણ-ત્રણ વિકેટ લીધી. જ્યારે ઍમિલિયા કરને એક વિકેટ મળી. મહિલા પ્રીમિયર લીગની ફાઇમલ 
 
મૅચમાં દિલ્હી કૅપિટલ્સે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
 
બંને ટીમો આ ટુર્નામેન્ટમાં જબરદસ્ત પ્રદર્શન માટે યાદ રાખવામાં આવશે. ડબલ્યુપીએલના ફૉર્મેટ પ્રમાણે ટૉપ પર રહેલી ટીમ દિલ્હી કૅપિટલ્સ સીધી 
 
ફાઇનલમાં પહોંચી હતી. જ્યારે ઍલિમિનેટર મૅચમાં યુપી વૉરિયર્સને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સે ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
 
બંને ટીમો તરફથી સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની વાત કરીએ તો દિલ્હી કૅપિટલ્સના મૅગ લૅનિંગે અને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી નૅટ સિવર બ્રન્ટે 
 
સૌથી વધુ રન બનાવ્યા છે. બૉલિંગના આંકડાની વાત કરીએ તો દિલ્હી કૅપિટલ્સ તરફથી શિખા પાંડેએ અને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી સાઇકા ઇશાકે સૌથી વધુ વિકેટો લીધી છે.