શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 8 જુલાઈ 2023 (10:05 IST)

Sourav Ganguly Birthday: સૌરવ ગાંગુલીનું 'મહારાજા'થી 'દાદા' બનવા સુધીની યાત્રા, ભાઈના કારણે બદલાયું નસીબ

ganguly
બીસીસીઆઈના વર્તમાન પ્રમુખ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ક્રિકેટના મેદાન પર રેકોર્ડ બનાવનારા  ગાંગુલીનો જન્મ આજના દિવસે 1972માં ચંડીદાસ અને નિરુપા ગાંગુલીના ઘરે થયો હતો, તેમના પિતાનો પ્રિન્ટનો વ્યવસાય હતો અને તેઓ કોલકાતાના કેટલાક પ્રભાવશાળી પરિવારોમાંના એક હતા. સૌરવ શરૂઆતથી ખૂબ જ સમૃદ્ધ પરિવારમાંથી હતા પરંતુ તેમના પિતાએ તેમને આ વાતનો ધમંડ થવા દીધું નહોતું.  
ganguly
સૌરવ ગાંગુલી, જોકે, ક્રિકેટમાં દાદા તરીકે પ્રખ્યાત થયા અને તેમની નેતૃત્વ ક્ષમતાના કારણે તેઓ ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાંના એક બન્યા. જોકે, ગાંગુલી માટે ક્રિકેટના મેદાન સુધી પહોંચવું એટલું સરળ નહોતું. તો ચાલો સૌરવના બાળપણ સાથે જોડાયેલી અજાણી વાતો પર એક નજર કરીએ જેણે તેને ક્રિકેટર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
 
જમણા અને ડાબા હાથનાં બેટ્સમેન  ?
ફૂટબોલ માટે પ્રખ્યાત શહેર કોલકાતામાં સૌરવને તેના મોટા ભાઈ સ્નેહાસીશના કારણે ક્રિકેટની લત લાગી ગઈ હતી અને આ જ કારણ હતું કે તેમણે તેમના ભાઈની જેમ જમણા હાથને બદલે ડાબા હાથે રમવાનું શરૂ કર્યું હતું, જ્યારે કે ગાંગુલી બાળપણથી જ દરેક કામ  જમણા હાથે જ કરતા હતા.   પરંતુ તેણે તેના ભાઈ સાથે પ્રેક્ટિસ કરવા અને તેમની જેમ રમવા પોતાની રમવાની રીત બદલી નાખી.
સૌરવ ઉર્ફે મહારાજ
આમ તો સૌરવ ગાંગુલીને તેમના ફેન્સ આખી દુનિયામાં ભારતીય ટીમના દાદા તરીકે ઓળખે છે, પરંતુ ખૂબ જ સમૃદ્ધ પરિવારમાંથી હોવાના કારણે તેમના પિતા ચંડીદાસ તેમને મહારાજા નામથી બોલાવતા હતા. બાદમાં ઈંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર સર જેફ્રી બોયકોટે તેમને પ્રિન્સ ઓફ કોલકાતા નામથી સન્માનિત કર્યા હતા.
 
ક્રિકેટર ભાઈ
સૌરવ ગાંગુલીનો મોટો ભાઈ સ્નેહાશીષ પોતે ક્રિકેટર હતા  અને બંગાળ માટે રણજી અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા હતા જો કે તેઓ ક્યારેય રાષ્ટ્રીય ટીમ માટે  ન હતો, પરંતુ તેની મદદથી સૌરવે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને શાળા અને કોલેજ સ્તરે રમવા ગયો.
 
માતાને ક્રિકેટ નથી પસંદ 
સૌરવ ગાંગુલીની માતા નિરુપા ગાંગુલી, જેઓ ફૂટબોલ માટે પ્રખ્યાત કોલકાતા શહેરના એક મોટા બિઝનેસ પરિવારમાંથી આવે છે, તેઓ ઈચ્છતા ન હતા કે તેમનો પુત્ર કોઈપણ રમતને તેમના વ્યવસાય તરીકે અપનાવે. આ કારણે તેને સૌરવનું ક્રિકેટ રમવું પસંદ નહોતું. સૌરવના પિતા ચંડીદાસને પણ ક્રિકેટ પસંદ નહોતું પરંતુ તેમના મોટા ભાઈને કારણે તેમને રમવાની છૂટ હતી.