કોણ બનશે ટી20 ક્રિકેટર ઓફ ધ ઈયર ? ભારતીય બેટ્સમેન છે સૌથી મોટો દાવેદાર
ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ (ICC)એ વર્ષ 2022ના ટી20 ક્રિકેટર ઓફ ધ ઈયર માટે ગુરૂવારે ચાર નોમિનીઝના નામ રજુ કર્યા છે. આ લિસ્ટમાં એક ભારતીય ખેલાડી પણ છે જે આ પુરસ્કારને સૌથી મોટો દાવેદાર પણ માનવામાં આવી રહ્યો છે. અનેક લોકોએ કદાચ નામ ગેસ કરી લીધુ હશે. આ ભારતીય ઉપરાંત ઝિમ્બાબ્વે, પાકિસ્તાન અને ઈગ્લેંડના પણ એક એક ખેલાડીને નામિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ટી20 વર્લ્ડ કપ પણ રમાયો હતો જ્યા એકથી એક ચઢિયાતા શાનદાર પરફોર્મેંસ જોવા મળ્યા હતા.
આ આખા વર્ષમાં T20 ક્રિકેટમાં પોતાનું રાજ સ્થાપિત કરનાર સૂર્યકુમાર યાદવને આ યાદીમાં એકમાત્ર ભારતીય તરીકે સ્થાન મળ્યું છે. તે આ વર્ષના અંત સુધી ICC T20 રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન પણ હતો. તેના નામે આ વર્ષે સૌથી વધુ 1164 રનનો રેકોર્ડ પણ નોંધાયો છે. તે T20 ક્રિકેટમાં એક વર્ષમાં 1000નો આંકડો પાર કરનાર બીજો બેટ્સમેન પણ બન્યો છે. તેણે આ વર્ષે T20 વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જ કારણ છે કે આ વર્ષે 2 ટી20 સદી ફટકારનાર સૂર્યાને આ એવોર્ડ માટે સૌથી મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો છે.
સૂર્યકુમાર યાદવને આ લોકોનો મળશે પડકાર
હવે જો આઈસીસી દ્વારા રજુ કરવામાં આવેલ ચાર નૉમિનીજની લિસ્ટ પર નજર નાખીએ તો પાકિસ્તાનના મોહમ્મદ રિજવાન, ઝિમ્બાબ્વેના સિકંદર રજા અને ઈગ્લેંડના સૈમ કરન ભારતીય જાંબાજ સૂર્યકુમાર યાદવ સાથે આ લિસ્ટમાં સામેલ છે. સૂર્યાએ જ્યા બેટિંગમાં પરચમ લહેરાવ્યો છે તો બીજી બાજુ સૈમ કરનના ઓલરાઉંડર પ્રદર્શનથી ઈગ્લેંડની ટીમ આ વર્ષે ટી20માં વર્લ્ડ ચેમ્પિયન પણ બની હતી. આ ટૂર્નામેંટમા સિકંદર રજા અને પાકિસ્તાનના મોહમ્મદ રિજવાને પણ કમાલ કરી હતી. હવે જોવાનુ એ છે કે કોણ બાજી મારે છે.
વર્ષ 2022માં આ ચારેયનું પ્રદર્શન કેવું રહ્યું?
સૂર્યકુમાર યાદવ - 1164 રન (31 મેચ, 187.43 સ્ટ્રાઇક રેટ)
મોહમ્મદ રિઝવાન - 996 રન, 9 કેચ, 3 સ્ટમ્પિંગ (25 મેચ)
સિકંદર રઝા - 735 રન, 25 વિકેટ (24 મેચ)
સેમ કરન - 67 રન, 25 વિકેટ (19 મેચ)