ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટરોની પ્રોફાઈલ
Written By વેબ દુનિયા|

આજે સચિન પોતાનો 37મો જન્મદિવસ ઉજવશે

જન્મ દિવસ વિશેષ

N.D
સુપ્રસિધ્ધ ક્રિકેટ ખેલાડી સચિન રમેશ તેંદુલકર શનિવારે પોતાનો 37મો જન્મદિવસ મનાવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 30 હજાર રન અને 93 સદી લગાવી ચુકેલ આ બેટ્સમેનને માટે ઉમંરના આ પડાવ માત્ર એક આંકડાના રૂપમા દેખાય છે. કારણ કે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષ પસાર કર્યા પછી પણ તેમની રમતમાં એ જ જોશ જોવા મળે છે, જે તેના કેરિયરના શરૂઆતના દિવસોમાં જોવા મળતો હતો.

15 નવેમ્બર, 1989ના રોજ કરાંચીમાં માત્ર 16 વર્ષની વયે પાકિસ્તાના વિરુધ્ધ પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરની શરૂઆત કરનારા આ ખેલાડી વિશે લોકો શરૂઆતથી જ નવી નવી ટિપ્પણીઓ જોડીને વાત કરતા હતા. પરંતુ તેમના ગુરૂ રમાકાંત અચરેકરને છોડીને કોઈને પણ આ વાતની આશા નહોતી કે આ નાનકડો બાળક એક દિવસ આટલુ મોટુ કદ મેળવી લેશે કે ક્રિકેટના બધા કીર્તિમાન તેના બેટના 'ગુલામ' બની જશે.

આધુનિક ક્રિકટના સંપૂર્ણ બેટ્સમેન તરીકે ઓળખાતા તેંદુલકરનો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ મુંબઈમાં થયો હતો. સંકોચી અને શર્મિલા તેંદુલકર પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં માત્ર 15 રન બનાવી શક્યા હતા. તેમની વિકેટ ઝડપી બોલર વકાર યૂનુસે લીધી હતી. બીજા દાવમાં તેંદુલકરને રમવાની તક નહોતી મળી.

આ મેચ બરાબરી પર પુરી થઈ હતી પરંતુ સચિન તેંદુલકર પોતાના કેરિયરની આ શરૂઆતથી ખુશ નહોતા. જેનુ પરિણામ એ હતુ કે હૈદરાબાદમાં રમાયેલ બીજી ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં તેંદુલકરે 59 રન બનાવ્યા. બીજા દાવમાં તે માત્ર 8 જ રન બનાવી શક્યા. પરંતુ અહીંથી તેમની બેટિંગ અને બોલ વચ્ચે જે રમત શરૂ થઈ તે આજ સુધી ચાલી રહી છે.

એ કહેવુ અતિ નહી કહેવાય કે આ રમતમાં જીત કાયમ તેંદુલકરની જ થઈ છે. કારણ કે કૃષ્ણામાચારી શ્રીકાંતની કપ્તાનીમાં પોતાનુ કેરિયરની શરૂઆત કરનારા આ ખેલાડીએ પોતાના કેરિયર દરમિયાન એકથી એક ચઢિયાતા દિગ્ગજ બોલરોનો સામનો કર્યો અને ઘણા મહાન બેટ્સમેનો સાથે પ્રતિ સપર્ધા કરી. દરેકની યાત્રા ક્યાક ને ક્યાક પૂરી થઈ ગઈ પરંતુ તેંદુલકર આજે પણ કોઈ યુવાન બેટ્સમેનની જેમ દરેક દિવસે કંઈક નવુ શીખી રહ્યા છે.

N.D
તેંદુલકર 166 ટેસ્ટ મેચની 271 દાવમાં અત્યાર સુધી 290 વાર અણનમ રહેતા 13,447 રન બનાવી ચૂક્યા છે. 248 રન અણનમ તેમનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર રહ્યો છે. તેમના ામે 47 સદી અને 54 અર્ધસદી નોંધાયેલ છે. આ સૌથી વધુ ટેસ્ટ રન અને સદી લગાવનારા ખેલાડી છે.

એકદિવસીય મેચોમાં પણ તેંદુલકરનો રેકોર્ડ આટલો જ ગૌરવશાળી છે. 18 ડિસેમ્બર, 1989 એ પોતાની પ્રથમ એકદિવસીય મેચ રમનારા તેંદુલકર અત્યાર સુધી 442 મેચોની 'મૈરાથોન' દાવ રમી ચૂક્યા છે. તેમના નામે 17,598 રન અને 46 સદી નોંધાયેલ છે. તેઓ વિશ્વના એકમાત્ર એવા બેટ્સમેન છે, જેમણે એકદિવસીય મેચમાં 200 રનનો વ્યક્તિગત દાવ રમ્યો છે.

તેંદુલકરે ટેસ્ટ તથા એકદિવસીય મેચોમાં 100 થી વધારે કેચ લીધા છે. ટેસ્ટ મેચોમાં જ્યાં તેના નામે 104 કેચ નોંધાયેલા છે ત્યાં એકદિવસીય મેચોમાં તેણે 134 વિકેટ ઝડપી છે. એક બોલર તરીકે પણ તેંદુલકરે અનેક પ્રસંગે પોતાની ઉપયોગિતા સાબીત કરી છે. તેમને ટેસ્ટ મેચોમાં જ્યાં અત્યાર સુધી 44 વિકેટ ઝડપી છે ત્યાં દડા સાથે કેટલાયે પ્રસંગો પર મેચ જીતાડનારું પ્રદર્શન કરતા તેમણે એકદિવસીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં 154 વિકેટ ખેડવી છે.

ક્રિકેટના સૌથી નવા પ્રારૂપ 'ટ્વેન્ટી-20' માં તેંડુલકરનું બેટ ચાલ્યાં પહેલા જ રોકાઈ ગયું અથવા એવું કહો કે, તેમણે ખુદે જ રોકી દીધું. તેંદુલકરે માત્ર એક ટ્વેન્ટી-20 મેચ રમ્યો છે, જેમાં તેમણે 12 રન બનાવ્યાં છે. ટ્વેન્ટી-20 ની સૌથી લોકપ્રિય સ્પર્ધા-ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં મુંબઈ ઈંડિયંસ ટીમની કપ્તાની કરતા તેંદુલકરે અત્યાર સુધી 39 મેચોમાં 1320 રન ફટકારી ચૂક્યાં છે.

તેંદુલકરના શાનદાર પ્રદર્શન અને તેના પ્રતાપનું પરિણામ એ છે કે, મુંબઈ ઈંડિયંસ ટીમ ત્રણ વર્ષના પ્રયત્ન બાદ આઈપીએલના ફાઈનલમાં સ્થાન બનાવવામાં સફળ રહી. તેંદુલકરે આઈપીએલ-3 માં 500 થી વધારે રન ફટકાર્યા અને પોતાની ટીમ માટે એક પ્રેરણાદાયી કપ્તાન સાબીત થયાં.

આઈપીએલ-3 ની સફળતાનું આ પરિણામ છે કે, તેંદુલકરને ટ્વેન્ટી-20 વિશ્વકપ માટે ભારતીય ટીમમાં શામેલ કરવાની માગણી ઉઠવા લાગી. તેંદુલકરે ખુદ ટીમમાં શામેલ થવાથી ઈંકાર કરી દીધો કારણ કે, તેમણે પોતાના પ્રથમ ટ્વેન્ટી-20 મેચ રમ્યાં બાદ જ ક્રિકેટના આ પ્રારૂપમાંથી સન્યાંસ લેવાની જાહેરાત કરી હતી. તેંદુલકરે કહ્યું કે, તે સન્યાસનો નિર્ણય પરત નહીં લે.

આવા મહાન ક્રિકેટર પ્રત્યે ભારતવાસીઓને હંમેશા અભિમાન રહેશે. સચિનને જન્મ દિવસાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...