રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By વૃશ્ચિકા ભાવસાર|
Last Modified: શુક્રવાર, 16 ડિસેમ્બર 2022 (09:58 IST)

સુરતમાં નવજાત બાળકની ત્રીજા માળેથી ફેંકી હત્યા કરનાર સગીર માતાના પ્રેમીની ધરપકડ

સુરતના મગદલ્લા ગામમાંથી બે દિવસ પહેલા હચ મચાવતી ઘટના સામે આવી હતી. નવું જ જન્મેલ બાળક ને તેની માતાએ ત્રીજા માળેથી ફેંકીને હત્યા કરી હતી. આ ઘટનામાં પોલીસે સગીર વહીમાં બનેલી નિષ્ઠુર માતાની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસે હવે સગીર યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી તેને માતા બનાવનાર તેના પ્રેમીની પણ ધરપકડ કરી છે.

પોલીસે નાબાલીક યુવતીને માતા બનાવવા બદલ બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.15 વર્ષીય સગીર યુવતી માતા બની ગયા બાદ બાળકને જન્મ આપ્યો હતો. જોકે બાળકના જન્મતાની સાથે જ યુવતીએ બિલ્ડીંગના ત્રીજા માળેથી નીચે ફેંકી દેવાયો હતો. જેને લઇ નવજાત બાળકની મોત થઈ હતી. પોલીસે આ ઘટનામાં નિષ્ઠુર માતાની ધરપકડ કરી હતી. ત્યારે હવે યુવતીને સગીર અવાજ માતા બનાવી દેવાતા તેના પ્રેમીની પણ ધરપકડ કરી છે. પોલીસે યુવતીના પ્રેમી પ્રવીણ ભાંભોરની ધરપકડ કરી તેની સામે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.નવજાત બાળકને જન્મ આપી તેને મોત આપનાર માતા ની પોલીસે ધરપકડ કર્યા બાદ તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી દરમિયાન જાણવા મળ્યું હતું કે યુવતી 17 વર્ષમાં જ માતા બની ગઈ હતી. યુવતીની બેનપણીનો મિત્ર પ્રવીણ ભાંભોર સાથે તેણે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. અને આ પ્રેમ સંબંધમાં યુવતીએ તેની સાથે શારીરિક સંબંધ પણ ભોગવ્યો હતો. જેમાં આ યુવતી માતા બની ગઈ હતી. દરમિયાન લગ્ન પહેલાં માતા બની જતા તેનું પાપ છુપાવવા સગીર યુવતીએ બાળકને જન્મ આપતાની સાથે જ બિલ્ડીંગના ત્રીજા માળેથી મધરાત્રિએ ફેંકી હત્યા કરી હતી