શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 જૂન 2022 (16:20 IST)

દૂધસાગર ડેરીમાં બબાલ થઈ, વાઇસ-ચેરમેન અને તેમના પુત્ર પર ટોળું ધોકા લઈને તૂટી પડ્યું, પુત્રએ ફાયરિંગ કર્યું

mehsana milk sagar
મહેસાણાની દુધ સાગર ડેરીની આજે મળનારી વાર્ષિક સાધારણ સભા પહેલાં મોઘજી ચૌધરી પર હુમલો થયો હતો, જેમાં મોઘજી ચૌધરીના પુત્રએ હવામાં ફાયરિંગ કર્યું હતું. સભા પૂર્વે ડેરીના ગેટ બહાર વિપુલ ચૌધરીના સમર્થકો અને અશોક ચૌધરીના સમર્થકો વચ્ચે બબાલ થઇ હતી. જેમાં સાધારણ સભામાં પ્રવેશ મામલે ઘર્ષણ થતા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી, તેમના પુત્ર અને ભાણેજ પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં સ્વ બચાવમાં પુત્રએ હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતા ટોળુ વિખેરાઇ ગયું હતુ. ત્યાં હાજર લોકોએ ઇજાગ્રસ્ત મોઘજી ચૌધરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યાં હતા. જ્યાંથી મોઘજી ચૌધરીએ જણાવ્યું હતું કે, આ એક આગોતર કાવતરું હતું. ડેરીના ચેરમેનના આદેશથી આ કાવરતું રચાયું છે.

મહેસાણા દૂધ સાગર ડેરીમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે દૂધસાગર ડેરીમાં યોજાયેલી સાધારણ સભામાં પાવડર પ્લાન્ટના મુદ્દાને રદ્દ કરવા માટે ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી સભામાં ડેરીના સત્તાધીશો સામે સવાલ જવાબ કરવા જવાના હતા, એ દરમિયાન આજે સવારે ડેરીના ગેટ પાસે મોઘજી ચૌધરીને ડેરીના સુપરવાઈઝર અને સિક્યુરિટી દ્વારા લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો અને ગાડી પણ તોડી પાડવામાં આવી હતી. આ હુમલામાં ગાડીમાં સવાર મોઘજી ચૌધરીના પુત્ર અને ભાણા પર પણ ટોળાએ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. જેથી સ્વ બચાવમાં મોઘજી ચૌધરીના પુત્રએ બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું. ​​​​​ફાયરિંગ કરતા ટોળું વિખેરાઈ જતા તેઓને રિક્ષા મારફત સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.આ અંગે હોસ્પિટલમાંથી મોઘજી ચૌધરીએ જાણવ્યું કે, આજની સભામાં એમના કરેલા કરતૂત અમારે બહાર લાવા હતા, ઠરાવમાં પ્રશ્ન પૂછવાના હતા, પણ જ્યારે હું અને મારો દીકરો ગાડી લઇ ડેરીના ગેટ પાસે આવ્યા ત્યારે ડેરીના સિક્યોરિટી, સુપરવાઈઝર સહિતના ટોળાએ મારી ગાડી રોકી મારી ગાડીમાંથી મને બહાર કાઢી ગાડી પર લાકડીઓ મારી હતી અને મને માર માર્યો હતો.