શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. દર્પણ 2011
Written By વેબ દુનિયા|

વર્ષ 2011 : ફેસબુકને પાછળ છોડી ગૂગલ બન્યુ નંબર વન

2011માં મોસ્ટ વિઝિટર્સ સાઈટ

P.R
વર્ષ 2011માં અમેરિકામાં ગૂગલ સૌથી વધુ વિઝિટ પામેલી સાઇટ બની છે, આ સાથે અહીં ફેસબુક બીજા નંબર પર ધકેલાઇ ગયું છે. એક નવા અભ્યાસમાં આ વિગતો બહાર આવી છે.

નેલ્સન દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે, 153 મિલિયન કરતા પણ વધુ વિઝિટર્સે દર મહિને ગૂગલના બ્રાન્ડેડ પેજીસની વિઝિટ કરી છે, જ્યારે ફેસબુક 138 મિલિયન વિઝિટર્સને આકર્ષવામાં સફળ રહ્યું છે. તો 130 મિલિયન વિઝિટર્સ સાથે યાહૂ ત્રીજા નંબરે રહ્યું છે.

આ અભ્યાસ જાન્યુઆરી અને ઓક્ટોબર વચ્ચે એકત્ર કરવામાં આવેલા આંકડા પર આધારિત છે જેમાં ઘરેથી અને ઓફિસના કમ્પ્યુટર્સ પરથી કરવામાં આવેલી વિઝિટ્સને ગણતરીમાં લેવામાં આવી છે. અલબત ગૂગલ ભલે આ ગણતરીમાં ફેસબુકને પાછળ પાડવામાં સફળ રહ્યું હોય, પણ ગૂગલ પ્લસ નેટવર્ક નેલ્સનના રેંકિંગમાં ફેસબુકથી ઘણું પાછળ રહ્યું છે. આ હરોળમાં ગૂગલ પ્લસ 8.02 મિલિયન માસિક વિઝટર્સ સાથે છેક આઠમા નંબરે આવે છે.
નેલ્સન દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં મળેલા ટોપ ટેન વેબસાઇટ્સના વિઝિટર્સના આંકડા...

1. ગૂગલ :153,441,000
2.ફેસબુક : 137,644,000
3. યાહૂ : 130,121,000
4. MSN/WindowsLive/Bing : 115,890,000
5. યુટ્યુબ : 106,692,000
6. માઇક્રોસોફ્ટ : 83,691,000
7. AOL Media Network : 74,633,000
8. વિકિપિડીયા : 62,097,000
9. એપ્પલ : 61,608,000
10. આસ્ક સર્ચ નેટવર્ક : 60,552,000