રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 10 જૂન 2016 (15:25 IST)

વિરાટના ઘરે દિલ્લી પહોંચી અનુષ્કા શર્મા, શુ થઈ રહી છે લગ્નની તૈયારી ?

ટીમ ઈંડિયાના સુપર સ્ટાર  વિરાટ કોહલી અને બોલીવુડની અભિનેત્રી અનુષ્કાને લઈને ચર્ચા ગરમ છે. અત્યારે જ સુલતાનની શૂટિંગ માટે જ્યારે અનુષ્કા બૂદાપેસ્ટ જઈ રહી હતી તો વિરાટ તેને છોડવા એયરપોર્ટ ગયા હતા. હવે જાણવા મળ્યુ છે કે અનુષ્કા ભારત પરત આવી છે અને પોતાના ઘરે મુંબઈ ન  જતા સીધી દિલ્હી વિરાટ કોહલીના ઘરે પહોંચી ગઈ. 
જાણવા મળ્યુ છે કે એ દિલ્હીમાં  વિરાટના પરિવારને  મળવા પહોંચી છે. અનુષ્કા દિલ્લીમાં વિરાટ ના ઘરે લાંબો સમય સુધી રોકાઈ. ઉલ્લેખનીય છે કે એ અત્યારે તે આ ક્રિકેટર સાથે ક્યાંક બીજી જગ્યા ગઈ છે. અનુષ્કા અને વિરાટ  સાથે સમય ગાળા  નિકળી પડયા છે. બન્ને કયાં ગયા છે એ તો એમના ઘરના લોકો જ જણાવી શકે છે. 
 
છેલ્લા  ઘણા દિવસોથી વિરાટ અને અનુષ્કાના લગ્નને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી હતી. જેના પર અનુષ્કાએ સફાઈ આપતા  કહ્યું કે એ અત્યારે એ કરિયર પર ફોકસ કરવા ઈચ્છે છે. પણ છેલ્લા કેટલાક દિવસોમાં બન્નેનું શાર્ટ બેક્રઅપ અને પછી પેચઅપ જાહેર થઈ ગયું હતું કે બન્ને એમના સંબંધોને નવી  રીતે અંજામ આપી રહ્યા છે. 
 
હવે કહેવાય રહ્યું છે કે બન્ને જલ્દી  જ લગ્ન કરશે. બન્નેના કરિયરમાં બધું સારું ચાલી રહ્યું છે અને આનાથી સારી તક તેમના લગ્ન માટે બીજી કોઈ નહી મળે.