શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 6 ડિસેમ્બર 2017 (15:32 IST)

ગુજરાત રમખાણોનો બદલો લેવા માટે મુસલમાનોને ઉશ્કેરી રહી છે કોંગ્રેસ - વસીમ રિઝવી

શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ ગુજરાતમાં રાજનીતિક બઢત મેળવવામાં લાગેલ કોંગ્રેસ પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે.  તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ પાર્ટી રાજ્યામં મુસલમાનોને ગુજરાત રમખાણોનો બદલો લેવા માટે ઉશ્કેરી રહી છે.  રિઝવીએ સાથે જ એ પણ કહ્યુ કે ગોધરા કાંડ પછી ભડકેલા રમખાણો પછી ગુજરાતમાં એકદમ શાંતિ છે. વર્ષ 2002માં થયેલ રમખાણોમાં સેકડો લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત હજારો કરોડની સંપત્તિયો બરબાદ થઈ ગઈ હતી. બીજી બાજુ 15 વર્ષમાં કોઈ પણ પ્રકારની હિંસા થઈ નથી. 
 
વસીમ રિઝવીએ કહ્યુ હુ ગુજરાતના મુસલમાનો સાથે વાત કરી છે.  ક્યાક ને ક્યાક કોંગ્રેસ કાર્યકર્તા ત્યાના મુસલમાનોને સમજાવી રહ્યા છે કે જો વર્તમાન હુકુમત જતી રહી અને કોંગ્રેસની સરકાર બની ગઈ તો તે ત્યા ફરીથી માથુ ઉઠાવીને જીવશે.  તેમના મનમા ક્યાક ને ક્યા એ પણ ફીડ કરવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસની સરકાર બન્યા પછી ગુજરાત રમખાણોનો બદલો પણ લેવામાં આવશે.  આ એક ખૂબ ગંભીર વાત છે. રમખાણો પછી ગુજરાત આજ સુધી શાંત છે.  એ શાંત ગુજરાતમાં કોંગ્રેસ ક્યાક ને ક્યાક રમખાણોની ચિંગારી ને હવા આપી રહી છે. ગુજરાતના મુસલમાનોએ વિચારવુ પડશે કે જો કોંગ્રેસનો સાથ આપવો છે તો આવુ સમજી વિચારીને કરવુ પડશે. કોંગ્રેસે હંમેશા મુસ્લિમોને નુકશાન પહોચાડ્યુ છે. 
 
શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર પણ ચોંકાવનારી વાત કરી છે. તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ મંદિર-મસ્જિદ મામલે ગેમ રમી રહી છે.  કોંગ્રેસ નથી ઈચ્છતી કે આ મામલાનો હલ આવે. ન મંદિર બને ન મસ્જિદ. આ મામલે જો કોઈ અસલી રાજનીતી કરી રહ્યુ છે તો તે કોંગ્રેસ છે.  આ પ્રક્રિયામાં રિઝવી અનેક મુસલમાનો સાથે ટચમાં છે અને સામાન્ય સહમતિ બનાવવાની કોશિશમાં લાગ્યા છે. રિઝવીએ જણાવ્યુ કે તેમણે આ બાબત ગુજરાતના મુસલમાનો સાથે વાત કરી છે.  ઉલ્લેખનીય છે કે રામ મંદિર મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટ્માં અંતિમ દોરની સુનાવણી ચાલી રહી છે. મંગળવારે થયેલ સુનાવણીમાં ટોચના કોર્ટે તેને હાલ ટાળી દીધી છે.