શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 3 ડિસેમ્બર 2022 (00:05 IST)

શંકરસિંહ વાઘેલાએ ભાંગરો વાટ્યો, બાયડમાં પુત્રના પ્રચારમાં કમળ પર મતદાન કરી કોંગ્રેસના વિજયની વાત કરી'

shankar singh vaghela
ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ગુરુવારે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન પૂર્ણ થયું છે. પાંચમી ડિસેમ્બરનાં રોજ બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે આઠમી ડિસેમ્બરનાં રોજ મતદારોનાં મતદાનનું પરિણામ આવવાનું છે. ત્યારે બાયડમાં પુત્રનાં પ્રચારમાં આવેલા શંકરસિંહ વાઘેલાની જીભ લપસી હતી. શંકરસિંહ વાઘેલા ભાંગરો વાટતા બોલી ગયા હતા કે, 'કમળ પર મતદાન કરી કોંગ્રેસના વિજયની વાત કરી' આ દરમિયાન મીડિયા ઈન્ટર્વ્યૂમાં શંકરસિંહ કોંગ્રેસને જીતવા માટે સંદેશો આપતા હતા ત્યારે જીભ લપસી ગઈ હતી. આ ક્લિપ અત્યારે ઘણી વાઈરલ થઈ રહી છે.
 
છેલ્લે સમયસૂચકતા દાખવીને વાત બદલી નાંખી
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહે કહ્યું કે ગુજરાતનો મતદાર છેતરાવાનો નથી. 5મી તારીખે પણ કમળ પર મતદાન આપીએ. આ પ્રમાણે શંકરસિંહ વાઘેલાની જીભ લપસી જતા કોંગ્રેસ માટે મત માગવાની જગ્યાએ ભૂલથી ભાજપનો પ્રચાર કરી દીધો હતો. શંકરસિંહે સમયસૂચકતા દાખવીને પોતાની વાત બદલી નાખી અને કહ્યું હતું કે ભાજપને જાકારો આપીને કોંગ્રેસના ઉમેદવારોને વીજયી બનાવે જનતા એવો સંદેશ આપું છું.
 
પ્રજાનો અંડર કરંટ ભયંકર એન્ટી બીજેપી છે
તેમણે કહ્યું કે, પ્રજાનો અંડર કરંટ ભયંકર એન્ટી બીજેપી છે. લોકલ ધારાસભ્યની એન્ટી ઈન્કમ્બન્સી હોય અને 27 વર્ષના શાસનની નફરત, આ નફરતમાં મોંઘવારીમાં એક શબ્દ ભાજપવાળા બોલતા નથી, માત્ર રોડ શો, રોડ-શો, નોકરી માટે કોઈ કહેતું નથી. એ જોતા 5મી તારીખે પણ લોકો મતદાન એન્ટી બીજેપી કરશે અને કોંગ્રેસને બહુમતી આપશે એવું મને લાગે છે. સાથે જ તેમણે AAP વિશે કહ્યું કે, આમ આદમી પાર્ટી ઉછીની પાર્ટી છે. એ પાર્ટીમાં પોતાનું કહેવાય એવું કંઈ નથી.