મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ભાષા|

મોદી પાસે ફકત 40 લાખની જ પ્રોપર્ટી

નરેન્દ્ર મોદી સામે એક પણ કોર્ટ કેસ થયો નથી

PTIPTI

અમદાવાદ (ભાષા) 57 વર્ષિય કુવારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પાસે હાલ ફક્ત 40 લાખની જ પ્રોપર્ટી છે, ખુદ તેની પાસે કોઇ કાર કે કોઇ ટૂ-વિહ્કલ નથી અને તેની સામે એક પણ કેસ કોર્ટમાં દાખલ થયો નથી. આ તમામ વિગત ત્યારે જાણવા મળી જ્યારે તે આજે ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારી પત્રક ભરવા ગયા હતાં.

આ ઉમેદવારી પત્રક એટલે કે એફિડેવિટ પત્રમાં નરેન્દ્ર મોદીએ નોધયું હતું કે, તેનું પોતાનું ઘર અમદાવાદમાં રાણિપ વિસ્તારમાં આવેલું છે અને તે સિવાય તેની પાસે કોઇ ફાર્મ લેંડ કે કોમર્શિયલ લેંડ નથી.

નરેન્દ્ર મોદીનું વધુ એક ઘર ગાંધીનગરના સેકટર - 1માં 326.22 સ્કેવર મીટરની સાઇઝનું છે, તે મકાન તેણે 1.30 લાખની કિંમતમાં વર્ષો પહેલા લીધું હતું, હાલ તેની માર્કેટ વેલ્યું 30 લાખ જેટલી થવા જાય છે.

રાજયના મુખ્યપ્રધાને એવું જાહેર કર્યું કે તેની પાસે કોઇ વિહક્લ નથી, પરંતુ તેનું એસબીઆઇ બેંક ગાંધીનગર સચિવાલય બ્રાંચમાં છે જેમાં 8 લાખની બેંક ડિપોઝિટ હાલમાં છે અને સેવિંગ એકાઉંટમાં કેસ રૂ. 55,000 પડેલા છે.

મોદી પાસે હાલમાં રૂ. 11,200 કેસ એમાઉંટ છે અને રૂ. 50,000ની કિમંતની 3 ગોલ્ડ રિંગ છે. તેમણે ક્યારેય કોઇ કંપનીના બોંડ, શેરસ, ડિબેંચરસ અને અહીં સુધીકે હજુ સુધી ક્યારેય કોઇ બેંક લોન લીધી નથી. તેની પાસે ફકત 3.39 લાખ કિંમતના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે.

મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલિટીકલ સાઇંસમાં પોસ્ટ ગ્રેજ્યુશન કર્યું છે. તેઓએ દર વર્ષની જેમ છેલ્લે 2007-08 સુધી ઇંકમ ટેક્ષ રિટર્ન ભર્યું છે અને આજ સુધી તેની વિરૂધ્ધ કોઇ કેસ કોર્ટ દાખલ નથી થયો, છે ને મજાની વાત.. આખું વિશ્વ મોદી વિરૂદ્ધ અને મોદીને આંતકવાદીની ઉપમા આપે છે ત્યારે હવે આપ લોકો વિચારો તેના વિશે.. અને તમારા ફિડબેક અમને મોકલો..