ભાજપ ચૂંટણી જીત્યાં બાદ ભુલી ના જાય

ભાજપે વર્ષ 2002માં રજુ કરેલો ચૂંટણી ઢંઢેરો

એજન્સી|

ભાજપના યુવામોર્ચાએ વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના માસ્કને પહેરીને કાર્યકરોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. આમ, એક સાથે વધુ મોદીને જોઇને લોકોને આશ્ચર્ય થયું હતું.

વર્ષ 2002માં ગુજરાતમાં થયેલ ચૂંટણીમાં પ્રજાથી મત મેળવવા બાબતે ભારતીય જનતા પક્ષ( ભાજપ)એ તેનો ઢંઢેરો કરતાં ઘણાં બધાં વચનો આપ્યાં છે; પણ ખરી રીતે જોતાં આ વચનોનું પાલન કરવામાં એકંદરે ભાજપે નિષ્ફળતા જ પામી છે. એકંદરે, તેનાં વચનોમાં બહુ મોટી-મોટી વાતોના દાખલા આપવામાં આવ્યાં છે અને તેણે પ્રજાને ભ્રમમાં જ મૂકી રાખ્યું છે.

અને હવે ફરી એક વાર નવેમ્બર, 2007 માં ગુજરાતની વિધાનસભાની ચુંટણીઓ યોજવવામાં આવી છે, જે માટે ભાજપની સરકાર અને તેમજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કેટલાંક વચનો આપતાં તેમને અમલમાં લેવાનો નાટકીય દેખાવ કરે છે. જો કે તેની આર્થિક અથવા વહીવટીય ક્ષમતા પણ એવી નથી, કે જે આ ઢંઢેરામાં આપેલાં વચનોનું પાલન કરી શકે. આ પાછળનું કારણ એ છે કે રાજ્યની તિજોરી સામે રૂપિયા 85,000 કરોડ પાછાં આપવા માટેનો બોજો બનેલો છે! અને અંતે, આ બધું કરવા છતાં ભાજપે રાજ્યની પ્રજાના કલ્યાણ માટે કોઇ કામ કર્યું નથી. ખરી રીતે જોતાં ભાજપના શાસનમાં વહીવટ સામે ગેરવહીવટ અને ભ્રષ્ટાચારમાં વધારો જ થયો છે. ખેત તલાવડીના નામે પાર્ટીના કાર્યકર્તાઓને રળવા માટેની છૂટ મળી છે! જ્યારે કે તે બાબતે ફકત કાગળિયા પર જ કામ થયું છે, જે જૂનમાં પુરૂં થશે. આની પાછળનું કારણ એ છે કે વરસાદ પછી તે ધોવાઇ ગઇ હોય, એવું બહાનું આપવામાં આવી શકાશે અને તેનું સાચું માપ પણ લેવું શક્ય બનશે નહિ! આ રીતે ભ્રષ્ટાચારને પણ "વ્યવસ્થિત" કરી શકાય છે. શિક્ષણ ખાતામાં પણ વ્યાપ્ત થયેલાં ભ્રષ્ટાચારની બધાંને જાણ છે. ભાજપના ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાને પોલિસ અધિકારી ડી.જી. વણઝારાની અઢળક સંપત્તિ ખુલ્લો પાડે છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદીએ "સ્વપ્નનો સૌદાગર" બનીને પ્રજાને વિકાસના નામે ફકત સ્વપ્ન જ દેખાડ્યા છે, કે જાણે તે પોતે કોઇ જાદૂગર એન. કુમાર હોય અને તરત ને તરત જ રાતોરાત જાદુઇ છડીથી ગુજરાતનો આર્થિક વિકાસ કરી નાંખશે...! પ્રજાને સતત કેફમાં રાખવામાં મોદી સફળ પણ રહ્યા છે અને તેમની શાસન પદ્ધતિની પણ ખાસી ચર્ચા થઇ છે. વિરોધીઓને વેતરી નાંખવાની કાર્યપદ્ધતિએ તેમના જ પક્ષમાં વિરોધીઓ પેદા કર્યા છે. આવનાર ચુંટણીમાં મોદીને કોંગ્રેસ કરતાં ભાજપમાં જ રહેલા એમના વિરોધીઓ વધુ નુકસાન પહોંચાડશે.
2007ની વિધાનસભાની ચૂંટણીમાં પુન: બહુમતિ પામવા માટે સત્તા જાળવી રાખવા માટે ફરી એક વાર પ્રજા સામે ભાજપ ઢંઢેરો રજૂ કરશે! આ પહેલાં 2002ના ચૂંટણી ઢંઢેરામાં આપેલાં વચનોમાંથી મોટા ભાગના વચનો નહિ પાળી શકનાર ભાજપએ ગુજરાતની સાત મહાનગર પાલિકાઓમાંથી ઓક્ટ્રોય નાબૂદીનું પણ એક વચન અગાઉનાં ચૂંટણી ઢંઢેરામાં આપ્યું હતું. ઓક્ટ્રોયને નાબૂદ કરવાનો સૈદ્ધાંતિક સ્વીકાર્ય કર્યો જ હતો, છતાં સાડા ચાર વર્ષના શાસનમાં વેટ નાંખ્યાં પછી ઓક્ટ્રોય નાબૂદ ન કરી તે ન કરી; અને હવે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે લાભપાંચમના દિવસે ઓક્ટ્રોય નાબૂદીનો અમલ કરવાની સરકારની વાત પણ વેપારીઓ માટે એક "લોલીપોપ" જેવી છે! સરકાર ખરી રીતે વીપારીઓને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે. નવેમ્બર મહિનામાં લાભપાંચમના સમયે ગુજરાત વિધાનસભાની ચુંટણીઓની પ્રક્રિયા શરૂ થઇ હોય, તે સમયે ગુજરાતમાં આચારસંહિતા નો અમલ ચાલતો હશે- જેથી સરકાર કોઇ જાહેરાત કરી ન શકે અને ત્યાં સુધીમાં વેપારીઓને મૂર્ખ બનાવવામાં સફળ રહી છે. આ તો એક માત્ર ઉદાહરણ જ છે. 2002ના ચૂંટણી ઢંઢેરામાં આપેલાં વચનોમાંથી કંઇ કેટલાંય વચનો એવાં છે કે જેનો અમલ આજ દિવસ સુધી થયો જ નથી!
હવે ફરી એક વાર પ્રજાએ વચનોની લ્હાણી મેળવવા માટે આવનાર દિવસોમાં તૈયાર રહેવું પડશે. ભલે ને પછી એ વચનો બીજાં પાંચ વર્ષો સુધી લંબાઇ જાય....! પ્રજા વ્યક્તિપૂજામાં માને છે અને નરેંદ્ર મોદી ગુજરાતના રાજકરણમં મોટા કીમીયાગાર છે. પ્રચાર-પ્રસાર અને પ્રસિદ્ધિના આ "યુદ્ધ" ની હવે શરૂઆત થઇ ચૂકી છે. મહિલા સમ્મેલનો, તેમજ જ્ઞાતિ સમ્મેલનોની હારમાળા ગુજરાતના રાજકરણને આગામી સાત મહિનામાં ગરમ રાખશે. ગુજરાતની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.

1 જાન્યુઆરી, 2006 થી 31 જાન્યુઆરી, 2007 સુધીમાં રાજ્યમાં હત્યાઓના 1216 પ્રકરણો, લૂંટના 980 પ્રકરણો, બળાત્કારના 423 પ્રકરણો, અપહરણના 1171 પ્રકરણો અને તેમજ આત્મહત્યાના 5308 પ્રકરણો બન્યાં હતા. તેમાંથી ધરપકડ કરાયેલાં ગુનેગારો- અનુક્રમે હત્યાના 2261, લૂંટના 1450, બળાત્કારના 935, અપહરણના 1547, અને આત્મહત્યાના 790 હતા. આ સિવાય, ગુનો નોંધાવ્યાં પછી ત્યારથી જ ખૂનના 132, લૂંટના 159, બળાત્કારના 25, અપહરણના 248 અને આત્મહત્યાના 20 ગુનેગારો પકડવામાં આવ્યા નથી. છેલ્લાં બે વર્ષમાં આ રાજ્યમાં જાન્યુઆરી 2007 સુધી 11 સાધુ સંતોની હત્યા થઇ છે, જેમાં સુરતમાં 1, સાબરકાઠામાં, જામનગરમાં 1, રાજકોટમાં 1, બનાસકાંઠામાં 1, કચ્છમાં 1, ભાવનગરમાં 1, જૂનાગઢમાં 1, ભરૂચમાં 1 અને વલસાડમાં 1 નો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં 11 સામે કુલ 4 સંતોના હત્યારાઓની જ ધરપકડ થઇ છે, જેમાંથી જામનગરમાં 2 અને રાજકોટમાંથી પણ 2નો સામાવેશ થાય છે.
છેલ્લાં એક વર્ષમાં 31 જાન્યુઆરી, 2007 સુધીમાં રાજ્યમાં જિલ્લાવાર સ્ત્રી આત્મહત્યાના કુલ 526 ગુના નોંધાયા છે, જેમાંથી 1329 ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં અમદાવાદ (શહેર)ના 50, રાજકોટ (શહેર)ના 19, સુરતના (શહેર) 15, વડોદરા (શહેર)ના 12, અમદાવાદ (ગામ)ના 17, ખેડાના 18, આણંદના 25, ગાંધીનગરના 6, સાબરકાઠાના 33, મહેસાણાના 10, જામનગરના 38, રાજકોટ (ગામ) ના 20, સુરેંદ્રનગરના 18, બનાસકાંઠાના 49, કચ્છ અને ભુજના 15, પાટણના 12, અમરેલીના 10, ભાવનગરના 37, જૂનાગઢના 19, વડોદરા (ગામ)ના 21, ભરૂચના 3, ગોધરાના 23, દાહોદના 17, સુરત (ગામ)ના 11, વલસાડના 9, નવસારીના 8, ડાંગ-આહવાના 3 અને વડોદરા (પશ્ચિમ રેલ્વે) ના 2 નો સમાવેશ થાય છે.
જ્યારે રાજ્યમાં સન 2005-06 દરમિયાન વીજળીનું ઉત્પાદન 59,072 મિલીયન યુનિટ હતું અને તેની સામે નિયંત્રણના દાયરાંથી બહાર માંગણી 63,313 મિલીયન યુનિટની હતી- ત્યારે વર્ષ 2006-07માં ફકત 1842 મિલીયન યુનિટ વિજળીનું વધુ ઉત્પાદન થયું હતું.

આ ઉપરાંત રાજ્યમાં 1-1-2007ના રોજે છેલ્લાં એક વર્ષ દરમિયાન અપમૃત્યુંના કિસ્સા અનુક્રમે અમદાવાદ(શહેર)ના 912, રાજકોટ શહેરના 843, સુરત(શહેર)ના 421, વડોદરા(શહેર)ના 509, અમદાવાદ(ગામ)ના 257, ખેડાના 122 અને આણંદના 439 કિસ્સાઓ નોંધાયા છે. આ સામે જીલ્લાઓમાં અનુક્રમે ગાંધીનગરમાં 432, સાબરકાંઠામાં 429, મહેસાણામાં 412, જામનગરમાં 646, રાજકોટ(ગામ)માં 948, સુરેંદ્રનગરમાં 384, બનાસકાંઠામાં 275, કચ્છ-ભુજમાં 577, પાટણમાં 43, અમરેલીમાં 335, ભાવનગરમાં 767, પોરબંદરમાં 239, વડૉદરા(ગામ)માં 288, ભરૂચમાં 101, નર્મદામાં 4, ગોધરામાં 245, દાહોદમાં 199, સુરત(ગામ)માં 521, વલસાડમાં 291, નવસારીમાં 121, ડાંગ-આહવામાં 32, વડોદરા( પ. રેલ્વે)માં 1341 - એમ કુલ 12,402 અપમૃત્યુના કિસ્સાઓ નોંધાયેલ છે.

રાજ્યમાં 2004 થી ડિસેમ્બર 2006 સુધીમાં લૂંટ અને તેમજ ઘરફોડ ચોરીઓના બનાવો, અનુક્રમે 2004માં લૂંટ- 1166, ઘરફોડ ચોરી -5630; તેમજ 2005માં લૂંટ- 923, ઘરફોડ ચોરી- 5135 અને 2006માં લૂંટના 977, ઘરફોડ ચોરી- 5323 જેટલાં બનાવો થયાં છે. આ આંકડાઓ ભાજપ સરકારે ગુજરાતની પ્રજાને આપેલું વચન "સુખ, શાંતિ અને સમૃદ્ધિ" ની તદ્દન વિરુદ્ધના છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે. જૂનાગઢમાં દાતાર ખાતે બનેલી બળાત્કારની ઘટના અને તેમાં સંડોવાયેલાં મોહન હજારે જેવા ગુનેગારની ધરપકડ કરી શકતી નથી- એ ગુજરાત પોલિસની લાચારી કે પછી કમજોરી દેખાડે છે. અમદાવાદ શહેરમાં સાબરમતી વિસ્તારમાંથી સશસ્ત્ર ટોળકી જ્વેલર્સની દુકાનમાંથી દસ લાખ જેવી માતબર રકમના દાગીનાની લૂંટ કરીને અંતે ભાગી જવામાં સફળ થાય છે- એ શું દર્શાવે છે? ગોધરાકાંડથી શરૂ કરીને નકલી એંકાઉંટર બાબતે સાચી-ખોટી રીતે નરેંદ્ર મોદીના શાસનની ટીકા થઇ છે. નરેન્દ્ર મોદીની વર્તમાન સમયમાં પહેલા જેવી ચમકદમક બરકરાર રહી છે કે એમાં ક્યાંક બાકોરાં પડ્યાં છે? એ પ્રજા સમજી શકે છે.
આગામી ચૂંટણીઓમાં મોદીની હિન્દુત્વ અને વિકાસની રાજનીતિ શું એમને ફરી સફળતા અપાવશે? કે પછી મોદીનું હવે પછીનું લક્ષ્ય રાષ્ટ્રીય સ્તરે જવાનું છે? આવનાર સમયમાં જ આનો જવાબ મળી શકે છે. મૂળભૂત સવાલ એ છે કે ગુજરાતની પ્રજા શું ઇચ્છે છે? 2002ના ચૂંટણી ઢંઢેરામાં, સંકલ્પપત્રમાં આપેલા વચનોનું પુનરાવર્તન ફરીથી થાય કે પછી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનું અમલીકરણ થાય? ગુજરાતની પ્રજાની એ કમનસીબી રહી છે કે ચુંટણી સમયે અવનવી રીતભાત અપનાવીને રાજકીય પક્ષો મત મેળવવામાં સફળ થાય છે; પણ સત્તા મળ્યા પછી તે અંતે પાંચ વર્ષ માટે ઊંઘી જાય છે, જ્યારે કે પ્રજાએ જાગવું પડતું હોય છે! પાંચ કરોડથી વધુ ગુજરાતીઓના હિતરક્ષકનો દાવો કરતાં ભાજપ અંતે 2002ની વિધાનસભાની ચૂંટણી વખતે ભરેલાં સંકલ્પ પત્રના વચનોને નિભાવવામાં અસફળ જ રહી છે. ભાજપના નેતાઓ અને પ્રજાએ જ્યારે ફરીથી ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ભાજપે આપેલાં અને તેમજ "શબ્દોના સૌદાગર" નરેંદ્ર મોદીએ આપેલાં વચનોને યાદ કરાવવાનો પ્રયાસ કર્યો છે.
- ભાજપનો ચૂંટણી ઢંઢેરો -
આ સંકલ્પપત્ર માત્ર ચૂંટણી ઢંઢેરો નથી કે પાંચ વર્ષની સરકારની કાર્ય-યોજના પણ નથી, પણ તે ઉપરાંત આ ઢંઢેરો 21મી સદીના ગુજરાતના વિકાસની દિશાનો પાયો નાંખે છે! આ પાયો મજબૂત જ બનશે, કારણ કે ગુજરાતની ક્ષમતાનો પરિચય દેશને આપી દેવામાં આવ્યો છે. 10મી પંચવર્ષીય યોજનામાં ગુજરાતની વિકાસ દર 10 ટકાથી વધુ દેખાડવામાં આવી છે, તે જ તેની સાબિતી છે. ગુજરાત સર્વાંગી વિકાસની તાકાત ધરાવે છે. બધા જ વિસ્તારોમાં તેનો વિકાસ થઇ શકે છે. દેશ અને દુનિયાની વિકાસ યાત્રાનું આપણું આગવું ગુજરાત એક બિંદુ બન્યું છે.
દુ:ખની વાત એ છે કે આ વિકાસ યાત્રાને અવરોધવા કેટલાંક તત્વો મથામણ કરે છે. આપણે તેમને પરાસ્ત કરવાં છે. ગુજરાતની આ વિકાસયાત્રા માટે આજે જરૂરત બને છે- સલામતીની, શાંતિની, વિકાસની અને પરિશ્રમની. આ સરહદી રાજ્યમાંથી મોતના સોદાગરોને દેશવટો દેવો છે! આંતર્રાષ્ટ્રીય કુતત્વોને જોર કરવા છે. અસામાજિક તત્વોને પાસાપોટા બતાવવો છે. આટલી પાયાની વાત કર્યા પછી શાંતિ અને સમૃદ્ધિ આવે જ છે!
આ શાંતિ અને સમૃદ્ધિની વિકાસ યાત્રા માટે જરૂરિયાત છે વ્યક્તિત્વની ક્ષમતાની, રાજ્યની ક્ષમતાની અને માળખાગત સુવિધાની આ ત્રણેય જરૂરિયાત ભાવી ગુજરાત માટેના ત્રણ મુખ્ય રંગો છે. ગુજરાતે શિક્ષણમાં ક્રાંતિ કરવાની છે; તેમજ સિંચાઈમાં, વીજળીમાં અને કૃષિમાં પણ- કુલ ચાર ક્ષેત્રની ગુજરાતની ક્રાંતિ ગરીબીની રેખા નીચે જીવતાં લોકોને ગરીબીમાંથી મુક્ત કરશે.
આજના આર્થિક જગતમાં મધ્યમ વર્ગ પણ "નામશેષ" થતો જાય છે, તે માટે તેને જીવન આપીશું; લાખો લોકોને કામ આપીશું.
ગુજરાતના વિધવા, ત્યક્તા, વડીલ નાગરિકો અને તેમજ અપંગોને સામાજિક સુરક્ષાનું કવચ આપીશું. આ સંકલ્પ પ્રજાની સામે મૂકીને તેના સમર્થનના આધારે તે સંકલ્પોની પૂર્તિ કરીશું.


આ પણ વાંચો :