કોણ ક્યાં કેટલા પાણીમાં ?

જિલ્લાવાર જુદા-જુદા પક્ષોની અત્યાર સુધીની સ્થિતિ

PTI
પાણીની ખેંચને કારણે ખેતી કે ઉદ્યોગમાં કોઈપણ રીતે કાઠું નહી કાઢી શકનાર સુરેન્દ્રનગર જિલ્લાને પછાત જિલ્લાનું લેબલ લાગી ગયેલું છે. ચીનમાં જિલ્લાના કપાસની નિકાસ થાય છે. આવા આ જિલ્લામાં વર્ષ 2002માં ગોધરકાંડ પછીના હિન્દુત્વના મોજામાં છમાંથી ત્રણ બેઠક ઉપર ભા.જ.પ. વિજયી બન્યું હતું. બે કોંગ્રેસ પાસે રહી હતી અને એક અપક્ષના ફાળે ગઈ હતી. આ વર્ષે ભા.જ.પમાં આંતરિક અસંતોષ અને કેશુભાઈ જૂથના અસંતુષ્ટોના કારણે જિલ્લાની દરેક બેઠકો ઉપર મતદાન પર અસર થશે અને કેટલાંક આશ્રર્યજનક પરિણામો મળે તો નવાઈ નહીં.

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણની સીટ ઉપર ધનરાજભાઈએ બળવો કરતાં ત્રિપાંખિયો જંગ થશે. જ્યારે ધ્રાંગધ્રા અને હળવદની બેઠક ઉપર મતદાનમાં અસર થશે. લીંબડી, દસાડા - પાટડી અને સાયલા - ચોટીલાની બેઠક ઉપર ભા.જ.પ.ના આંતરિક ડખાની ન્યુનત્તમ અસર થશે. ક્યા મત વિસ્તારમાં કોના મતદારો કેટલા પ્રમાણમાં મતદાન કરશે તેના ઉપર પરિણામનો આધાર છે. આમ આ ચૂંટણીમાં જ્ઞાતિવાદની સાથે બૂથ મેનેજમેન્ટ અગત્યનું પરિબળ બની ગયું છે.

વઢવાણ

વઢવાણ મત વિસ્તાર વરસોથી ભા.જ.પ.નો ગઢ રહ્યો છે. 1998માં ભા.જ.પ.ના ધનરાજભાઈ કેલા 17000 મતે ચૂંટાઈ આવ્યા હતા તે વખતે ભા.જ.પ. કોંગ્રેસ અને રા.જ.પા. વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો. રા.જ.પા. ત્રીજા ક્રમે રહ્યું હતું. ખજુરાહો પ્રકરણને કારણે કેશુભાઈ પ્રત્યેની સહાનુભૂતિનું મોજું હતું. વર્ષ 2002માં હિન્દુત્વના તીવ્ર મોજામાં ધનરાજભાઈ ફરીવાર 17000 જેટલા મતે ચૂંટાઈ આવ્યા. તેમને અગાઉ 1998ની ચૂંટણી કરતા 25 ટકા જેટલા વધુ મતો મળ્યા હતાં, જ્યારે કોંગ્રેસના રણજીતસિંહ ઝાલા બીજા ક્રમે રહ્યા હતાં. આ વેળા ધનરાજભાઈને ટિકીટ ન મળતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભા.જ.પ.ના ચૂસ્ત જનસંઘી પરિવારના વર્ષાબેન દોશીને ટિકીટ અપાઈ છે.

જ્યારે કોંગ્રેસમાંથી 10, જનપથના વફાદારી હિમાંશુભાઈ વ્યાસ લડી રહ્યા છે. વર્ષાબેન શાળાના આચાર્ય અને આર.એસ.એસ.નો પાયો ધરાવતા હોવાને કારણે ભા.જ.પ.ના નિશ્ચિત મનાતા મતો તેમને મળી શકે. આર.એસ.એસ. તેમને પૂરેપૂરી મદદ કરશે. જ્યારે સુરેન્દ્રનગરના વતની અને અમદાવાદ વસેલા હિમાંશુભાઈ વ્યાસ સામે સ્થાનિક કોંગ્રેસમાં અસંતોષ છે. આ સીટ ઉપર બ્રાહ્મણોના મત બળવાખોર ઉમેદવાર ધનરાજભાઈ કેલા કોને કેટલું નુકશાન કરે છે એ પરિણામ માટે નિર્ણાયક બની રહેશે.

સાયલા - ચોટીલા

સાયલા - ચોટીલાની બેઠક ઉપર કોળી જ્ઞાતિનું પ્રભુત્વ રહ્યું છે. છેલ્લી બે ચૂંટણીમાં ભા.જ.પ. ત્રીજા નંબરે રહ્યું છે. અહીં પક્ષ ઉમેદવારનું કામ અને જ્ઞાતિ જોવાય છે. 1998માં સવશીભાઈ 134558 મતે જીત્યા હતાં. 2002ના હિન્દુત્વના મોજામાં પોપટભાઈ ઝીંજરિયા અપક્ષ ચૂંટાઈ આવ્યા હતાં. આ વર્ષે પોપટભાઈ ઝીંજરિયાને કોંગ્રેસ તરફથી ટિકીટ મળી તો કરમશીભાઈ મકવાણાના દીકરી કલ્પનાબેન ધોરિયાને ટિકિટ ભા.જ.પે. આપી છે.

ધર્મેન્દ્ર વ્યાસ|
ઝાલાવાડ ઝટકો આપી શકે છ
સાયલા - ચોટીલા વિસ્તારમાં સ્વ. કરમશીભાઈ મકવાણાના પરિવારના સંસ્થાકીય માળખાખિય નેટવર્ક, તેમની લોકો માટે કામ કરવાની નિષ્ઠા તેમની તરફેણ કરતું પરિબળ છે. જ્યારે પોંપટભાઈ ઝીંઝરિયા 2002ના વર્ષના હિન્દુત્વના મોજામાં ભા.જ.પ.ને હરાવી અપક્ષ ચૂંટાયા હતાં. તેમનું આગવું સગઠન આ વર્ષે શું પરિણામ આપશે તે એક સવાલ છે.


આ પણ વાંચો :